@ભાવેશ રાજપૂત, અમદાવાદ
ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. પણ આ વખતે વેપારીની સમય સુચકતા એ આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ખોખરામાં એક દુકાનમાં દીવાળીના પાંચ હજાર માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી છે.
- પત્રકારના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ
- રાશનની દુકાન સંચાલક પાસે માંગ્યા 5 હજાર
- દુકાનમાં ખોટુ કરો છો તેમ કહી આપી ધમકી
- છાપામાં સમાચાર નાખવાની આપી હતી ધમકી
- એક મહિલા અને એક યુવકની કરાઈ ધરપકડ
ખોખરા પોલીસે રવિ પરમાર અને અંકિતા ગોહિલ નામનાં બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને પ્રેસ કાર્ડ બતાવી સસ્તા અનાજની દુકાનોમાં દમ દેખાડી તોડ કરતા ઝડપાયા છે. ખોખરા વિસ્તારમાં આવેલ એક સસ્તા અનાજની દુકાનમાં આ બન્ને પહોચ્યા હતા ત્યાં તેઓએ પોતાની ઓળખ પત્રકાર આપી હતી. સાથે આપનો ધંધો ગેરકાયદેસર રીતે ચાલે છે અમે પેપર માં છાપી દઈશું જો આવું ન કરવું હોય તો 5 હજાર રૂપિયાની માંગણી કરી. જે અંગે ભોગ બનનારે ખોખરા પોલીસને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવક યુવતીની ધરપકડ કરી છે અને અન્ય શૈલેષભાઈ બોડાણ નામનાં ઈસમની શોધખોળ હાથ ધરી છે..
આરોપીએ ભોગ બનનારને કહ્યું હતું કે બધા લોકો વ્યવહાર કરે છે તમારે પણ દિવાળીનું વ્યવહાર કરવું પડશે. તમારે ધંધો કરવો છે તો પૈસા આપવા પડશે. બોલાચાલી બાદ ભોગ બનનારે પોતાની પાસે પૈસા ન હોવાની વાત કહી હતી. ત્યારે તેઓએ ડિજિટલ પેમેન્ટ માટે કહ્યું પરંતુ તેઓ પાસે સુવિધા ન હોવાને કારણે કાલે અમે આવશું અને પૈસા તૈયાર રાખજો. આરોપી રવિ અને અંકિતા બીજા દિવસે બપોરે ફરી દુકાને પહોચ્યા અને પૈસા તો જોશે જ. તમારો ધંધો ગેરકાયદેસર રીતે છે અને વ્યવહાર બધા કરે છે આપને પણ કરવો જ પડશે નહિ તો પેપરમાં આવી જશે. જોગેન્દ્રસિંહએ પ્રેસના આઇકાર્ડ માંગતા આ શખસોએ સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવ્યું હતું. જે બાદ ઉગ્ર બોલાચાલી શરૂ થતાં આસપાસના લોકો આવી પહોચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જે અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય શૈલેષભાઈ બોડાણ ની શોધખોળ હાથ ધરી છે.
આ ટોળકીના સભ્યમાં સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવનાર રવિ પરમાર અને તથ્ય ન્યુઝનું આઈકાર્ડ બતાવનાર અંકિતા ગોહિલ હતા. આ જે પ્રેસના આઈકાર્ડ છે તે રજીસ્ટર્ડ છે કે નહી તે ખાતરી કરી કાર્યવાહી કરાશે. આ બંનેની ધરપકડ કરાઈ છે. પણ શૈલેષ બોડાણા નામનો શખસ ફરાર છે. આ ગેંગ એ અત્યાર સુધીમાં કેટલા લોકોને લૂંટયા છે તે દિશામાં પોલીસે હવે તપાસ હાથ ધરી છે.
વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ
threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
