Not Set/ સિદ્વુ મુસેવાલાની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પુછપરછમાં પોલીસને કહી આ વાત,જાણો

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રિમાન્ડ પર છે

Top Stories India
2 2 સિદ્વુ મુસેવાલાની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પુછપરછમાં પોલીસને કહી આ વાત,જાણો

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રિમાન્ડ પર છે. પોલીસે તેને જૂના કેસમાં રિમાન્ડ પર લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. પોલીસને હજુ સુધી મૂઝવાલાના શૂટરોનો સુરાગ મળ્યો નથી.

પોલીસની પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સે જણાવ્યું કે સિંગર મુસેવાલાની હત્યા નથી કરી,  સોશિયલ મીડિયા પોસ્ટ વિશે કોઈ માહિતી નથી. લોરેન્સે પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ મૂકવામાં આવી રહી છે તેમાં તેની કે તેની ગેંગની કોઈ ભૂમિકા નથી. જો પોલીસ સૂત્રોનું માનીએ તો, લોરેન્સે ચોક્કસપણે ખુલાસો કર્યો છે કે મૂસેવાલાની હત્યા વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત તિહારમાં રહેલ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર શાહરૂખ ખાનની પણ સ્પેશિયલ સેલની ટીમે પૂછપરછ કરી હતી. શાહરૂખને સિદ્ધુ મુસેવાલાને મારવાનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. આ ટોળકીએ પંજાબમાં રહીને સિદ્ધુ મુસેવાલાની શોધ પણ કરી હતી, પરંતુ તે આ યોજનાને અંજામ આપે તે પહેલા સ્પેશિયલ સેલ યુનિટે તેની પંજાબમાંથી ધરપકડ કરી હતી.

પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસે તિહાર જેલમાં પૂછપરછ કરી છે. ભગવાનપુરિયા વિરુદ્ધ હત્યાના 150 કેસ નોંધાયેલા છે. જગ્ગુ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને પંજાબના નેતાઓ સાથે તેના કનેક્શન પણ સામે આવે છે.ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે 29 મેના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર સતવિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી.