Gujarat-Loksabha election 2024/ ગુજરાતમાં કોંગ્રેસની લાજ બચાવનાર ગેનીબેન ઠાકોરનો થયો ભવ્ય વિજય, ભાજપનું કલીન સ્વીપનું રોળાયું સ્વપ્ન

ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસે પગ પેસારો કર્યો. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 04T161302.307 ગુજરાતમાં કોંગ્રેસની લાજ બચાવનાર ગેનીબેન ઠાકોરનો થયો ભવ્ય વિજય, ભાજપનું કલીન સ્વીપનું રોળાયું સ્વપ્ન

ગુજરાત : ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસે પગ પેસારો કર્યો. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પરેશ ધાનાણી અને અમિતચાવડા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને કારમી હાર મળી છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની 26 બેઠકોમાંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જ્યારે બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી રહી છે. અત્યાર સુધી એકમાત્ર બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. એક મહિલાએ ભાજપનું કલીન સ્વીપ સાથે હેટ્રીક કરવાનું સપનું તોડ્યું છે.

બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકરનો ભવ્ય વિજય થયો છે. ગેનીબેન ઠાકોરે 20 હજારથી વધુ મતોથી જીત મેળવી ભાજપ નેતા રેખાબેન ચૌધરીને હાર આપી. 1975માં જન્મેલ ગેનીબેન ઠાકોરે 2017માં પણ ભાજપના શંકર ચૌધરી સામે બહુમતીથી જીત મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં ભારે મતોથી જીત મળ્યા બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે બનાસકાંઠાના મતદારોએ મારામાં જે વિશ્વાસ બતાવ્યો તે બદલ હું તેમની આભારી છું. હું તમારું ઋણ જરૂર ચૂકવીશ. જ્યાં સુધી હું રાજનીતિમાં છું ત્યાં સુધી બનાસકાંઠાના વિકાસ માટે હંમેશા કામ કરવા તત્પર રહીશ.

2017થી વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહેલ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં જીત મેળવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 1 બેઠક પર જીત થતા રાજ્યસભાના સાંસદ અને વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને અભિનંદન આપ્યા. બનાસકાંઠામાં ગેનીબેનની જીત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે પણ મહત્વની મનાતી હતી. ગેનીબેન સામે ભાજપના પ્રતિસ્પર્ધી રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલના પૌત્રી છે. રેખાબેન ચૌધરીની રાજકીય પૃષ્ઠભૂમિ મજબૂત હોવા છતાં તેઓ ગેનીબેન ઠાકોરને હરાવવામાં નિષ્ફળ રહ્યા. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની ઇમેજ એક ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છે. તેમણે હંમેશા સરકાર સામે મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમની ઇમેજ અને તેમના આક્રમક વલણના કારણે ગુજરાત કોંગ્રેસને તેમની પાસેથી અપેક્ષા હતી અને તેમણે તે પૂર્ણ કરી છે.

બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો 1991થી અત્યારસુધીમાં કોંગ્રેસે ફક્ત બે વખત આ સીટ પર જીત મેળવવામાં સફળ થઈ છે. વર્ષ 2009થી આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. અને હવે ભાજપના વર્ચસ્વ પર તરાપ મારતા બેન અને દિકરીની લડાઈમાં બેનની જીત થઈ છે. એટલે કે બનાસ ડેરીના પૌત્રી રેખાબેન ચૌધરી અને ગેનીબેનઠાકરો લડાઈમાં લોકોએ પરિવારની પરંપરા નિભાવનાર પૌત્રી રેખાબેન નહી પરંતુ પોતાના આપબળે આગળ આવનાર ગેનીબેન ઠાકોર પર પસંદગી ઉતારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક.ને હતો ભારતનો ડર! આ કારણે પરમાણુ નીતિ બનાવી ન શક્યું…

આ પણ વાંચો:ભારતે ઇઝરાયેલને મોકલ્યા 27 ટન વિસ્ફોટકો તો પાકને કારગિલની આવી યાદ

આ પણ વાંચો:બિડેનની યુદ્ધવિરામ સલાહથી નારાજ નેતન્યાહૂ,આપી ધમકી