રાજકોટ/ કાલે કલર કોડ મુજબ કરવાનું રહશે ગણપતિ વિસર્જન, જાણો કયા-કયા સ્થળો પર થશે વિસર્જન

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.

Gujarat Rajkot
Untitled 218 કાલે કલર કોડ મુજબ કરવાનું રહશે ગણપતિ વિસર્જન, જાણો કયા-કયા સ્થળો પર થશે વિસર્જન

આવતી કાલે વિઘ્નહર્તાનો  વિસર્જનનો દિવસ છે . ગણપતિબાપાની  દસ દિવસ સુધી પૂજા,અર્ચના અને આરાધના કર્યા બાદ આવતીકાલે રવિવારે ભાવિકો ભાવભેર ગજાનંદની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સરઘસ યોજીને કે ગરબા રમીને વિસર્જનની કરવાની છૂટ આપવામાં આવી નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, જાખરાપીરની દરગાહ પાસેનો વિસ્તાર,પરા પીપળીયા પાસેનો વિસ્તાર,કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 7 સ્થળોએ જ મૂર્તિનું વિસર્જન થઇ શકશે.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહન મારફત કરી શકશે.શહેરમાં 76 ગણપતિ ઘરમાં વિસર્જન કરવા અંગેની મંજૂરી આયોજક દ્વારા માંગવામાં આવેલ છે. આ મુદ્દે સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે કત્રિમ કુંડ વિસર્જન કરતી વેળા આ  ભીડ એકઠી કરવી નહી.આ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા જાહેરનામા ભંગનો ગુનો બનશે.તેવું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ કલર કોડ મુજબ ગણપતિ વિસર્જન કરવાનું રહશે

  • રેડ કલર – આજી ડેમ વિસ્તાર (108 ગણપતિ )
  • ઓરેન્જ કલર- જાખરાપીરની દરગાહ પાસેનો વિસ્તાર (62 ગણપતિ )
  • ગ્રીન કલર-વાગુદડ નદીનો વિસ્તાર (3 ગણપતિ )
  • બ્લ્યુ કલર – ન્યારાનું પાટીયું હનુમાનધારા પાસેનો વિસ્તાર (78 ગણપતિ )
  • યલો કલર-પરા પીપળીયા પાસેનો વિસ્તાર (02 ગણપતિ)

મનપાની ફાયર વિભાગની ટીમ કાર્યરત રહેશે તે સ્થળો

  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.1
  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.2
  • આજીડેમ ઓવરફલો ચેક ડેમ
  • પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
  • ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ.
  • બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછી પૂલ નીચે, કાલાવડ રોડ
  • એચ.પીના પેટ્રોલપંપ સામે રવિવારી બજારવાળું મેદાન, આજી ડેમ, ભાવનગર રોડ