Not Set/ “કેનાલમાં ગાબડા કે ગાબડામાં કેનાલ”, વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મસમોટા ખાડા પડતાં ખેડૂતો બન્યા ચિંતાતુર

કેનાલમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાંઓ કેનાલના કામ પર પ્રશ્નાર્થ ઉભા કરે છે.કિસાન ક્રાંતિ મંચના હરપાલસિંહ ચુડાસમા અને ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રીપેર નહીં કરાય તો આગામી દિવસોમાં કેનાલ તૂટવાની પુરે પુરી શકયતા છે.

Ahmedabad Gujarat
કેનાલમાં

માણસ સમાઈ જાય તેવા મસમોટા ગાબડા પડ્યા છે.તેના કારણે ચોમાસામાં પાણી વધુ છોડાય ત્યારે કેનાલ તૂટવાની આશંકા થી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેનાલમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાંઓ કેનાલના કામ પર પ્રશ્નાર્થ ઉભા કરે છે.કિસાન ક્રાંતિ મંચના હરપાલસિંહ ચુડાસમા અને ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રીપેર નહીં કરાય તો આગામી દિવસોમાં કેનાલ તૂટવાની પુરે પુરી શકયતા છે. અને તેનાથી ખેડૂતોને ભારે નુકસાન પણ થશે. હાલમાં ઉનાળાના 2 મહિના પાણીની ઓછી જરૂરિયાત હોય ત્યારે ચોમાસા પહેલા આ ગાબડા પૂરી દઈ રીપેર કરવાની માંગ કરવામાં આવી છે.  અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતાં ખેડૂતોએ મિડિયા સામે માંગણી કરી આક્રોશ ઠાલવ્યો છે.

ધંધુકા ખાતેથી પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ માં સળંગ ટ્રકો સમાઈ જાય તેવા મસમોટા ગાબડાઓ ને કારણે ચોમાસામાં પાણી વધુ છોડાય ત્યારે કેનાલ તૂટવાની આશંકા થી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેનાલ માં ઠેર ઠેર તોતિંગ ગાબડાંઓ કેનાલ ના કામ પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. કિસાન ક્રાંતિ મંચ ના હરપાલસિંહ ચુડાસમા અને ખેડૂતો એ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂત ની જીવાદોરી સમી આ કેનાલ જો રીપેર નહીં કરાય તો આગામી દિવસો માં કેનાલ તૂટવાની પુરે પુરી શકયતા છે અને તેનાથી ખેડૂતો ને ભારે નુકસાન પણ થશે, હાલમાં ઉનાળાના 2 મહિના પાણીની ઓછી જરૂરિયાત હોય ત્યારે ચોમાસા પહેલા આ ગાબડા પૂરી દઈ રીપેર કરવાની માંગ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતાં ખેડૂતો મિડિયા સામે માંગણી કરી આક્રોશ ઠાલવ્યો.

 ધંધુકા પાસે થી પસાર થતી વાલ્લભીપુર બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે ધંધુકા ધોલેરા અને બરવાળા પંથક માટે જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. વારંવાર ની રજૂઆતો છતાં નર્મદા વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી. અને હાલ કેનાલ ની દુર્દશા થયેલી છે બિસ્માર કેનાલ માં ભંગાણ પડવાની પુરે પુરી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે કિસાન ક્રાંતિ મંચ ના હરપાલસિંહ ચુડાસમા ની આગેવાનીમાં ખેડૂતો એ કેનાલ પર જઈ નર્મદા વિભાગ સામે રોષ વ્યકત કર્યો હતો.

કેનાલને અગાઉ પણ ખરાબ બાંધકામ ને કારણે મોટા ગાબડાં પડ્યા હતા અને અગાઉ પણ 5 વખત કેનાલ તૂટી હતી અને મોટા પ્રમાણ માં પાણી આજુબાજુ ના ખેતરો માં ફેલાતા ઉભા પાક ને અને જમીન ને મોટું નુકસાન પણ થયું હતું. વારંવારના રીપેરીંગ ના દેખાડા બાદ પણ ગણતરી ના દિવસો માં કેનાલ ફરી જર્જરિત થઈ જાય છે હાલ તો ખૂબ મોટા ગાબડાઓ પડવાથી ચોમાસા માં જ કેનાલ તૂટવાનો ભય ખેડૂતો ને સતાવી રહ્યો છે આગામી દિવસો માં ખેડૂતો ની જીવાદોરી સમાન કેનાલ ના ગાબડાં રીપેર કરી ને કેનાલ માં પડતા ભંગાણ ને અટકાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

ધંધુકા શહેર સહિત સમગ્ર ભાલ પંથકના 50 થી પણ વધુ ગામડાઓ તેમજ ધંધુકા ધોલેરા અને બરવાળા તાલુકાના ખેડૂતોના સિંચાઈ માટેનું એકમાત્ર સાધન એવી વલભીપુર બ્રાંચ કેનાલમાં મસમોટા ગાબડા પડેલા છે અતિ જર્જરીત હાલત છે, થોડું પાણી છોડવામાં આવે તો પણ કેનાલ અનેક જગ્યાએ તૂટી જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે હાલમાં ઉનાળાના કારણે આ સિંચાઈ માટેના પાણીની કોઈ ખાસ જરૂરિયાતના હોય ત્યારે આ ચોમાસા પહેલાના 2 મહિનાના સમયગાળામાં આ કેનાલ સત્વરે રીપેર કરવામાં આવે તેને લઈ ખેડૂતો અને કિસાન ક્રાંતિ મંચ દ્વારા અનેકવાર રજૂઆત છત્તાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી ત્યારે જો ચોમાસાના સમયે જ્યારે સિંચાઈ માટે પાણીની જરૂરીયાત હશે ત્યારે પાણી છોડવામાં આવશે ત્યારે આ કેનાલ ઠેર ઠેર તૂટી જાય તેવી હાલની સ્થિતિ છે અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડેલા છે ત્યારે ભાલ પંથક વિસ્તારના હજારો વીઘા જમીનમાં ખેડૂતોના પાક નાશ પામે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે કિસાન ક્રાંતિ મંચના હરપાલસિંહ ચુડાસમા સહિત પંથકના ખેડૂતો દ્વારા સમગ્ર કેનાલ માં અગાઉ 5 વખત રીપેરીંગ કરાયું હોવા છતાં પણ ગાબડા યથાવત છે ત્યારે ભ્રષ્ટાચાર સાથે મીલીભગત ના આરોપો લગાવાયા છે અને આગામી 2 મહિનાની અંદર કેનાલ રીપેર કરવા માંગ કરાઈ છે જો રીપેર નહીં થાય અને કેનાલમા ચોમાસામાં પાણી છોડવામાં આવશે તો તૂટી જશે અને હજારો વીઘાના ખેડૂતોના પાક અને ખેતરોને નુકસાન જાય તેવી સ્થિતિ છે ત્યારે આ નુકસાન માત્ર વહીવટી તંત્ર ના અણઆવડત અને મીલીભગત ના ભ્રષ્ટાચાર ના કારણે થશે તેવા આક્ષેપો કર્યા હતા અને વહેલી તકે કેનાલનું રીપેરીંગ કરવા મિડિયા સમક્ષ માંગ કરી હતી.