Ahmedabad/ શાહરૂખ ખાનની હેલ્થ અપડેટ, જાણો ક્યારે રજા અપાશે

અમદાવાદમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતાં KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા……….

Gujarat Ahmedabad
Image 2024 05 23T110318.691 શાહરૂખ ખાનની હેલ્થ અપડેટ, જાણો ક્યારે રજા અપાશે

Ahmedabad News: અમદાવાદમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતાં KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી સારવાર મળતાં તેમનું સ્વાસ્થ્ય સારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે બપોરે 12 વાગ્યાની આસપાસ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બધાં રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ અભિનેતાને ડિસ્ચાર્જ અપાશે. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં રોકાયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાનની તબિયત લખડતાં કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય વિશે અભિનેત્રી જુહી ચાવલાએ અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અભિનેતાની રાતથી તબિયત સારી નહતી. પણ હવે શાહરૂખ સારું અનુભવી રહ્યો છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CID, ITના દરોડા બાદ આંગડિયા પેઢીને NCBની નોટિસ

આ પણ વાંચો: ગુજરાતમાં ભીષણ ગરમી જીવલેણ બની, આગામી 5 દિવસ હીટવેવની આગાહી

આ પણ વાંચો: અમદાવાદની KD હોસ્પિટલમાં અભિનેતા શાહરૂખ ખાનને કરાયો દાખલ