ઉના/ સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ

દરીયા કિનારે પ્રોટેક્શન દિવાલ રાજાશાહિ વખતથી બનાવેલ છે. અને વર્ષોથી દરિયાઈ સમુદ્ર તટ વચ્ચે આવેલ દિવાલનું મેનટેનસ કરવામાં આવતું ન હોવાનાં કારણે દિવાલમાં વારંવાર દરીયાના ઉંચા ઉછળતાં મોજાનાં કારણે પ્રોટેક્શન દિવાલમાં ભટકાતા હોવાથી મોટા ગાબડા પડી ગયા હતા.

Gujarat
trump 2 સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ
  • દરિયામાં ૯ ફુટ ઉંચા ઉછળતા ભારે મોજા અને કરંટના કારણે મકાનમાં રહેલ ઘર વખરીને  ભારે નુકશાન… પરીવારનો બચાવ થયો.
  • ભારે પવન અને મોજાના કારણે બે બોટો અથડાતા બોટને ભારે નુકસાન..

ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરનાં દરિયા કિનારે ભારે પવનનાં કારણે દરીયો તોફાની બન્યો અને ભારે ૯ ફુટ ઉંચા મોજાં ઉછળતાં હોવાનાં કારણે દરિયાઈ સીમા પર બનાવેલ પ્રોટેક્શન દિવાલ માં મોજાની થપાટ લાગતાં પ્રોટેક્શન દિવાલ તુટી ગઇ હતા. અને ગાબડાં પડી જવાનાં કારણે કાઠા પર બનાવેલાં પાકા મકાનો ધડાકાભેર તુટી પડતાં બે માછીમાર પરીવારનો કુદરતી બચાવ થયો હતો. આ ઘટના બનતા સંપૂર્ણપણે ઘરવખરી નાશ થવા પામેલ છે. અચાનકજ મકાન જમીન દોષ થવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આ વિસ્તારમાંથી લોકોને દૂર કરવામાં આવેલ.

દરીયાઇ કંઠાળ વિસ્તારની સીમાના પાણી સૈયદ રાજપરા બંદરના અંદર ઘુસી જતાં હોવાનાં કારણે પાકા અને કાચા મકાનોને ભારે નુક્સાન પહોચ્યું હતુ. દરીયા કિનારે પ્રોટેક્શન દિવાલ રાજા શાહિ વખતથી બનાવેલ છે. અને વર્ષોથી દરિયાઈ સમુદ્ર તટ વચ્ચે આવેલ દિવાલનું મેનટેનસ કરવામાં આવતું ન હોવાનાં કારણે દિવાલમાં વારંવાર દરીયાના ઉંચા ઉછળતાં મોજાનાં કારણે પ્રોટેક્શન દિવાલમાં ભટકાતા હોવાથી મોટા ગાબડા પડી ગયા હતા. તેનાં કારણે દરીયાના ખારા પાણી ગામના મફતિયા પરા વિસ્તારમાં રહેતાં માછીમારોના મકાનોમાં ઘુસી જતાં હોવાથી માછીમારો મુશકેલી અનુભવી રહ્યાં છે.

5 19 સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ

આ બાબતે ફિશીંગ એસોસિયેશન દ્વારા ફીશરીઝ વિભાગ તેમજ પોર્ટ વિભાગના તંત્રને એક દાયકાથી રજુઆત કરવાં છતાં સૈયદ રાજપરા બંદર કાંઠા વિસ્તારમાં તંત્ર દ્વારા બંદરોનાં કામો કરવામાં નહીં આવતા હોવાનાં કારણે દુર્ધટના બનતી હોય છે. ગત રાત્રે વરસાદ અને ફુંકાયેલા ભારે પવનનાં કારણે દરીયો તોફાની બની જતાં ૯ ફુટ ઉંચા મોજા ઉછળતા દિવાલ સાથે ટકરાતા દરીયાઇ કીનારે વસતા માછીમાર લાખુબેન બાબુભાઇ ચોહાણ તેમજ પાચાભાઈ વશરામભાઇ ભીલના મકાનો ધડાકાભેર ઘસી જમીન દોસ થતાં નાસભાગ મચી ગઇ હતી. અને પરીવારનો કુદરતી બચાવ થયો છે. તેમજ દરીયા કાંઠે લાંગરેલી બોટ ભાર પવન અને મોજાના કારણે બન્ને બોટો અથડાતા બોટોને પણ ભારે નુકસાન પહોચેલ છે.

હજુ દરિયામાં ભારે કરંટ સર્જાયો તો અનેક મકાનો તુટી પડવાની સંભાવના હોવાનું જાણવા મળ્યું છે. હાલ દરીયાઇ સીમામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અને માછીમારોને દરીયો તોફાની બન્યો હોવાથી દરિયામાં ફીસીગ કરવા ન જવા ચેતવણી આપવામાં આવી છે.

23 સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દિવાલમાં ગાબડાં, બે મકાન ધરાશાઈ

હજુ પણ પાંચ મકાન પડવાની તૈયારીમાં…

સૈયદ રાજપરામાં સમુદ્રતટની પ્રોટેશન દિવાલને દરીયા મોજાની થપાટથી વ્યાપક નુકસાન થયેલ હોય ૧૮ જુલાઇના ત્રણ મકાન ધરાશાયી ગયા બાદ આજે વધુ બે મકાન ધરાશાયી થયા છે. અને હાલ દરીયામાં કરંટ હોય અને મોજા ૯ ફુટ જેટલા ઉછળતા હોય આજ પરિસ્થિતી હજુ પણ રહેશે તો અન્ય પાંચ મકાન પડવાની સંભાવના નકારી શકાતી નથી…

નેતાઓ પ્રોટેશન દિવાલ જોઇ અફસોસ વ્યક્ત કર્યા સીવાય કશુ કરતા નથી…!!

સૈયદ રાજપરા દરીયાની પ્રોટેકશન દિવાલ પાસે મકાન ધરાશાયી થતાની ઘટના સામાન્ય બની ગયેલ છે. અને જ્યાશે ઘટના બને ત્યારે નેતાઓ અફસોસ વ્યક્ત કર્યા સીવાય કશું કરતા નથી તેવો વસવસો ગ્રામજનો દ્રારા વ્યક્ત કરવામાં આવેલ ખરેખર પ્રોટેશન દિવાલ નજીક થતી ખાના ખરાબી અટકાવવા નક્કર પગલા કેમ નથી ભરાતા ? તે પણ એક સવાલ છે..

૫૦ મકાનો મંજુર થયા પરંતુ ફાળવેલ નથી…માછીમાર આાગેવાન..

સૈયદ રાજપરા ગામના માછીમાર આગેવાન પ્રકાશભાઇ બાંભણીયાએ જણાવેલ હતુ કે ૨૦૧૬ માં પૂર્વ મુ્ખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્રારા મફતમાં પ્લોટ આપવાની જાહેરાત કરેલ. જેમા આ વિસ્તારનાદરીયા કાંઠે રહેતા ૫૦ જેટલા લોકોના મફત પ્લોટ મંજુર થયેલ છે. અને હુકમ પણ થઇ ગયેલ પરંતુ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી.