બેઠક/ મંગલભુવન વઢવાણ ખાતે ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે ગરીબ કલ્યાણ મેળો

સુરેન્દ્રનગર જિલ્‍લામાં વઢવાણ મંગલભુવન ખાતે આગામી તા.૨૬-૦૨-૨૦૨૨ ના રોજ જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. જે અંતર્ગત કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ હતી

Gujarat
7 26 મંગલભુવન વઢવાણ ખાતે ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે ગરીબ કલ્યાણ મેળો

સુરેન્દ્રનગર જિલ્‍લામાં વઢવાણ મંગલભુવન ખાતે આગામી તા.૨૬-૦૨-૨૦૨૨ ના રોજ જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. જે અંતર્ગત કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા  લાભાર્થીઓને સહાય-સાધનનુ સુચારૂ વિતરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાના લાભથી વંચિત ન રહે તે માટે ચીવટતાથી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાની કીટ, વિવિધ વિભાગના સ્ટોલ, લાભ વિતરણ માટેના મુખ્ય અને પેટા સ્ટેજ, લાભાર્થીઓ માટે પાણી- ફૂડ પેકેટની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરેના આયોજન અંગે થઈ રહેલા કામોની વિગતવાર સમીક્ષા કલેક્ટરએ કરી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી, જિલ્લા આયોજન અધિકારી એન. જી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એમ. બારડ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ડી. વાદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નસીમ મોદન તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.