Not Set/ ગેસ સિલિન્ડરનાં ભાવ વધારાનાં લઇને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ઉગ્ર આંદોલનની આપી ચિમકી

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનાં કારણે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. રાંધણ ગેસમાં 144 રૂપિયાનાં તોતિંગ વધારાના લીધે મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. મહિલાઓ દ્વારા ભાજપ અને રૂપાણી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે મહિલાઓએ અધિક કલેકટરને ભાવવધારાનાં લીધે આવેદન પત્ર આપ્યું હતું. મંતવ્ય ન્યૂઝ […]

Rajkot Gujarat
rjt congress ગેસ સિલિન્ડરનાં ભાવ વધારાનાં લઇને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ઉગ્ર આંદોલનની આપી ચિમકી

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનાં કારણે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. રાંધણ ગેસમાં 144 રૂપિયાનાં તોતિંગ વધારાના લીધે મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. મહિલાઓ દ્વારા ભાજપ અને રૂપાણી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે મહિલાઓએ અધિક કલેકટરને ભાવવધારાનાં લીધે આવેદન પત્ર આપ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા એ જણાવ્યું કે, સ્વર્ગીય સુષ્મા સ્વરાજ સંસદમાં મોંઘવારી ઘટાડવા સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. જયારે હાલની મોંઘવારી ને જોઈને તેમને દુઃખ થતું હશે. આ સાથે બીજી મહિલાઓ જણાવ્યું કે મોંઘવારી થી તેમનું ઘરનું બજેટ ખોરવાયું ગયું છે. જેથી હાલ ઘર 5000 જેટલી રકમમાં પણ ધર નથી ચાલતું. અને આ પ્રકારના ભાવ વધારાનાં લીધે લોકોને કમરતોડ મોંઘવારી નડતર રૂપ થાય છે.

પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આ સાથે જ આગામી સમયમાં મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર દ્રારા હાલમાં જ રાંધણ ગેસનાં સીલિન્ડરનો ભાવ 144 રુપિયા જેટલો વધારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.