બનાસકાંઠા/ આજ થી અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્યાં, જાણો દર્શનના સમયમાં શું ફેરફાર કરવામાં આવ્યો

સમગ્ર રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ  પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .જે હવે  હળવું થતા ધીમે ધીમે  બધા સ્થળો  ખોલવામાં આવી રહ્યા છે […]

Gujarat Others
Untitled 117 આજ થી અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્યાં, જાણો દર્શનના સમયમાં શું ફેરફાર કરવામાં આવ્યો

સમગ્ર રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ  પ્રયત્નો કરતી જોવા મળી રહી છે . વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .જે હવે  હળવું થતા ધીમે ધીમે  બધા સ્થળો  ખોલવામાં આવી રહ્યા છે .કાલ થી જ રાજ્યના અમુક ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે .

જેમાં   આજ થી જ ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. . શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે 7.૩૦ થી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.