gdp growth/ દેશની અર્થવ્યવસ્થાને મળ્યો વેગ, 8.2 ટકાના દરે વધ્યો GDP

દેશનો GDP વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે સાત ટકા હતો.

Top Stories Breaking News Business
YouTube Thumbnail 2024 05 31T185234.730 દેશની અર્થવ્યવસ્થાને મળ્યો વેગ, 8.2 ટકાના દરે વધ્યો GDP

દેશનો GDP વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે સાત ટકા હતો. તે જ સમયે, દેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2023-24 ના માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 7.8 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. આ સાથે સમગ્ર નાણાકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વૃદ્ધિ દર વધીને 8.2 ટકા થયો છે.

શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, જાન્યુઆરી-માર્ચ 2024માં GDP વૃદ્ધિ દર 7.8 ટકા હતો, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 6.2 ટકા હતો. જો કે, ઓક્ટોબર-ડિસેમ્બર, 2023ની તુલનામાં, માર્ચ ક્વાર્ટરની વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8.6 ટકાના ઊંચા દરે વૃદ્ધિ પામી હતી.

GDP અમુક સમયગાળા દરમિયાન દેશની ભૌગોલિક સીમાઓમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવાઓના કુલ મૂલ્યને માપે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24માં દેશનો GDP 8.2 ટકાના દરે વધ્યો છે.

નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર સાત ટકા હતો. તેના બીજા એડવાન્સ અંદાજમાં, NSOએ નાણાકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આર્થિક મોરચે, ભારતના મુખ્ય હરીફ ચીનનો આર્થિક વિકાસ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 5.3 ટકા હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા