Gondal/ લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું

સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલનાં કૈલાશ બાગ રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સામેનાં ભાગે નગરપાલિકા દ્વારા ગત વર્ષે જ બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ બેસી ગયો છે…

Gujarat Others
Makar 58 લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું

સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલનાં કૈલાશ બાગ રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સામેનાં ભાગે નગરપાલિકા દ્વારા ગત વર્ષે જ બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ બેસી ગયો છે. જેને લઇને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરતા રોડનું જ બેસણું યોજ્યુ હતુ.

Makar 59 લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું

આપને જણાવી દઇએ કે, રૂસભરાજ પરમાર (યુવા કોંગ્રેસ અગ્રણી), મોહિત પાંભર, ધર્મેશ બુટાણી( ગોંડલ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ) તેમજ જયસુખભાઈ વઘાસિયા( સામાજિક કાર્યકર) એ સ્થળ પર એકઠા થઇ વિકાસ બેસી ગયો ના બોર્ડ મારી ફુલહાર ચઢાવી બેસણું યોજ્યું હતું. આ તકે યુવાનોએ જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ સિમેન્ટ રોડ ગોંડલમાં બનાવવામાં આવ્યા હોવાના ગુલબાંગો ફૂંકવામાં આવી રહ્યા છે.

Makar 60 લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું

વાસ્તવમાં કેટલું ક્વોલિટી કામ થયું તે મહત્વનું હોય છે. રોડ પર ઠેર ઠેર સિમેન્ટનાં ડામર મારવામાં આવ્યા છે. જેતપુર રોડની દશા તો બદતર થઈ જવા પામી છે, હવાઈ બંગલાની સામે તેમજ જેલચોક પાસે તો બે-ત્રણ વખત રોડ રીપેર કરવામાં આવ્યા છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય મસમોટા ગાબડા પડી ગયા છે. ભ્રષ્ટાચારી સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પાસેથી પ્રજાનાં પૈસા વસૂલવા જોઈએ તેવી અમારી માંગ છે આ અંગે ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવશે.

vadodra: ધો. 10માં અભ્યાસ કરતો છોકરો સગીર છોકરીને લઈને થયો ફરાર…

Vadodara: કોરોના પર કૌભાંડ : આવી રીતે પકવાતો હતો પોઝીટીવ રીપોર્ટનાં આધ…

Junagadh: ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો