OMG!/ લ્યો બોલો ! કાર પાર્ક કરાવતા સ્માર્ટ ડોગનો વિડીયો વાયરલ

સોશિયલ મીડિયામાં ડોગના હજારો વિડીયો છે. આવા વિડીયો વાયુવેગે વાયરલ  થઈ જાય છે. લોકો ડોગના વિડીયોને ખૂબ પસંદ કરે છે. કેટલાક વિડીયોમાં ડોગની ક્યૂટ કે આશ્ચર્યજનક હરકત લોકોને ચકિત કરી નાખે છે. આવું કેવી રીતે તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠવા લાગે છે. આવો જ એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં ડોગ પાર્કિંગ સેન્સર તરીકે […]

Ajab Gajab News
Untitled 358 લ્યો બોલો ! કાર પાર્ક કરાવતા સ્માર્ટ ડોગનો વિડીયો વાયરલ

સોશિયલ મીડિયામાં ડોગના હજારો વિડીયો છે. આવા વિડીયો વાયુવેગે વાયરલ  થઈ જાય છે. લોકો ડોગના વિડીયોને ખૂબ પસંદ કરે છે. કેટલાક વિડીયોમાં ડોગની ક્યૂટ કે આશ્ચર્યજનક હરકત લોકોને ચકિત કરી નાખે છે. આવું કેવી રીતે તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠવા લાગે છે.

આવો જ એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં ડોગ પાર્કિંગ સેન્સર તરીકે ફરજ બજાવી રહ્યું છે. આ વિડીયો ટ્વીટર પર Humor and Animals પેજ પર શેર થયો છે. આ વિડીયોમાં ડોગ કાર ચાલકને સુરક્ષિત રીતે કાર પાર્ક   કરવા મદદ કરી રહ્યો હોવાનું જોવા મળે છે. ડોગ કારની પાછળના ફૂટપાથ પર બેઠો છે અને ડ્રાઇવર તરફ ઈશારો કરતો જોવા મળે છે. જ્યારે પણ કાર ફૂટપાથને અથડાવવાની નજીક આવી જાય, ત્યારે તે ભસવા લાગે છે. વિડીયોમાં ‘બેસ્ટ બાર્કિંગ સેન્સર યુ કેન ગેટ’ કેપ્શન અપવામાં આવ્યું છે.

https://twitter.com/humorandanimals/status/1395032443393085442?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1395032443393085442%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Feye-catcher%2Fdog-helps-owner-to-park-vehicle-video-goes-viral-gh-mb-1099147.html