બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર આજકાલ તેના કેટલાક ફોટોઝને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો આવી હતી જેમાં તેના માથા પર સિંદૂર લગાવેલું જોવા મળી રહ્યું હતું. તેના ફોટા પર, તેના ચાહકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે તેમની પ્રિય ગીતા માં એ લગ્ન કરી લીધા છે. આ પછી મીડિયામાં સમાચાર ફેલાયા કે ગીતા કપૂરે લગ્ન કરી લીધા છે. પરંતુ હવે ગીતા કપૂરે ખુદ તેના લગ્ન અને સિંદૂરને લગતા તે સમાચારોની વાસ્તવિકતા જણાવી છે. ગતરોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી આ તસવીરોને કારણે ગીતા કપૂરના લગ્નની અફવાઓ ઉડવા માંડી હતી.
ગીતા કપૂરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે લાલ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે ખૂબ જ સુંદર નેકલેસ પહેર્યો છે. આ તસવીરોમાં કોઈ બાબતે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતું તેણે કપાળમાં લગાવેલું સિંદૂર. ગીતા આ તસવીરોમાં સુંદર લાગી રહી છે પરંતુ ફેન્સનું ધ્યાન સિંદૂર પર અટક્યું છે. ગીતા કપૂરે હજુ સુધી લગ્ન કર્યા નથી ત્યારે તેણે આ સિંદૂર કોના નામનું લગાવ્યું તે સવાલ ઉઠ્યો છે.
https://www.instagram.com/p/COzeQ_Ghf6r/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો : વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન
આ મામલે ખુદ ગીતા કપૂરે આગળ આવીને પ્રશ્નોના જવાબો આપ્યા છે. તેણે એક ખાનગી માધ્યમને જણાવ્યું કે મેં લગ્ન નથી કર્યા. હું લગ્ન કરીશ તો બધાને કહીશ. કોઈપણ રીતે, મારી માતાનું તાજેતરમાં જ નિધન થયું હતું, તેથી લગ્ન કરવાનો કોઈ પ્રશ્ન નથી.
સિંદૂરની વાત કરીએ તો ગીતાએ પણ તેનો ખુલાસો કર્યો છે. ગીતા કપૂરે કહ્યું કે, તેણે સિંદૂર પહેલીવાર નથી લગાવ્યું. તે દર સોમવારે શિવજીની પૂજા કર્યા પછી પણ સિંદૂર લગાવે છે.
https://www.instagram.com/p/COo7oV5hZ8I/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઇએ કે ગીતા કપૂરે ફિઝા, અશોકા, સાથીયા, હે બેબી, અલાદીન, જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. હાલમાં તે ડાન્સ રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4માં જજ તરીકે ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો : કોરોના મુક્ત થઈ કંગના, નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પોસ્ટ શેર કરી, ચાહકોનો ધન્યવાદ માન્યો
ગીતા કપૂરે મધર્સ ડેના દિવસે માતાને યાદ કરતી ભાવુક પોસ્ટ મૂકી હતી. ફરાહ ખાન તેમજ પોતાની માતા સાથેની તસવીર શેર કરીને ગીતા કપૂરે લખ્યું હતું કે, ‘હું દરરોજ તેમના માટે પ્રાર્થના કરું છું. એક મને છોડીને જતી રહી છે અને એક મને એકલી પડવા દેતી નથી. આ બંને મારા જીવનના સૌથી કિંમતી આશીર્વાદ સમાન છે. મારી પાસે હંમેશાથી બે માતા રહી છે, જેઓ મારા ગૌરવ, આત્મવિશ્વાસ અને પોઝિટિવિટીનું મોટુ કારણ છે…મધર્સ ડેની.
આ પણ વાંચો : મુંબઈ અને ગોવા બાદ હવે ઓરિસ્સા સરકારે પણ સીરીયલ-ફિલ્મ શૂટિંગ પર મુક્યો પ્રતિબંધ

