ગાંધીનગર/ દિવાળી બાદ ધો.1 થી 5 ની શાળાઓ શરૂ થાય તેવી શક્યતા

દિવાળી બાદ રાજ્યમાં ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાના મુડમાં સરકાર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે…..

Top Stories Gujarat Others
ધો.1 થી 5

ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી થતાં રાજ્ય સરકાર હવે ધીમે ધીમે તબક્કા વાર છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ છે ત્યારે ધો.1થી 5 શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

આપને જણાવી દઈએ કે, ધો.1 થી 5 ની શાળાઓ શરૂ કરવાને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી છે.આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

દિવાળી બાદ રાજ્યમાં ધો.1 થી 5ની શાળાઓ શરૂ કરવાના મુડમાં સરકાર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે. શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતાં પહેલાં તાલીમ અપાશે.

આ પણ વાંચો :  રાજ્યના યુવા વર્ગો માટે મહત્વનો નિર્ણય,સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે.

સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પોરબંદર નિરમા ફેકટરીમાં ફરી સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ

એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.