Not Set/ વિજય રૂપાણીએ કરાવ્યો ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ

ઘોઘા, ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ વિજય રૂપાણીએ કરાવ્યો….મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ કરાવતા જાહેર કર્યું છે કે આગામી ડિસેમ્બર 2018માં હજીરા ઘોઘા ની રો રો સેવા શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.તેમણે કહ્યું કે રો રો સેવાઓને પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રના સમુદ્રી વેપારને વેગ મળશે..સરળ ઝડપી અને સુવિધા […]

Top Stories Gujarat Others Videos
Untitled 31 વિજય રૂપાણીએ કરાવ્યો ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ

ઘોઘા,

ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ વિજય રૂપાણીએ કરાવ્યો….મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ઘોઘા દહેજ રો રો સર્વિસનો પ્રારંભ કરાવતા જાહેર કર્યું છે કે આગામી ડિસેમ્બર 2018માં હજીરા ઘોઘા ની રો રો સેવા શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.તેમણે કહ્યું કે રો રો સેવાઓને પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રના સમુદ્રી વેપારને વેગ મળશે..સરળ ઝડપી અને સુવિધા યુક્ત મુશાફરીને વેગ મળશે.

મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખીલવવાની નેમ વ્યક્ત કરી હતી…કચ્છ સહિત રાજ્યના દરિયા કિનારાના યાત્રાધામોને પણ આવી સેવાઓથી સાંકળી લેવાનું ભાવિ આયોજન રાજ્ય સરકારનું છે તેમ જણાવ્યુ હતુ…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  સરળ અને સૌને પરવડે તેવી હવાઈ સેવા અને જળ પરિવહન સેવાથી સૌના સાથ સૌના વિકાસને સાકાર કર્યો છે તેમ સ્પષ્ટ પણે કહ્યું હતું.