service resume/ 8 નવેમ્બરથી ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વિસ ફરી શરૂ કરાશે : કેન્દ્રીયમંત્રી માંડવિયા

ઘોઘા-હજીરા રોરો ફેરીને લઇને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 8 નવેમ્બરથી ફરી ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વિસ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, ઘોઘા-હજીરા રોરો ફેરીથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિમી ઘટ છે. આપને જણાવી દઇએ કે ઘોઘા-હજીરા રોરો ફેરી શરુ કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે.  જાહેરાત પ્રમાણે […]

Gujarat Others
madaviya 8 નવેમ્બરથી ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વિસ ફરી શરૂ કરાશે : કેન્દ્રીયમંત્રી માંડવિયા

ઘોઘા-હજીરા રોરો ફેરીને લઇને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 8 નવેમ્બરથી ફરી ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વિસ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, ઘોઘા-હજીરા રોરો ફેરીથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિમી ઘટ છે. આપને જણાવી દઇએ કે ઘોઘા-હજીરા રોરો ફેરી શરુ કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે.  જાહેરાત પ્રમાણે ઘોઘા-હજીરા રૂટ પર રોજના 3 ફેરા કરાશે. સુરત સહિતનાં શહેરોમાં ઘોઘા-હજીરા રોરો ફેરીના કારણે ફરી એક વખત સરળતાથી પહોંચી શકાશે. સાથે સાથે માલ અને વાહનોની મુસાફરી પણ 4 કલાકમાં થઇ શકાશે. ઉલ્લેખનીય છે કે, ઘોઘા-હજીરા રોરો ફેરીનું PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ ઉદઘાટન કરવામાં આવશે. ઘોઘા-હજીરા રોરો ફેરીને કારણે કનેક્ટીવિટી, ઉદ્યોગ અને પ્રવાસ નિગમને વેગ મળશે. 

ઘોઘા-હજીરા રોરો ફેરી થકી ઘોઘા-હજીરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે. ઈંધણના વપરાશમાં રોરો ફેરીને લઈને ઘટાડો થશે. સાથે સાથે ઘોઘામાં નાની ફેરી પણ શરૂ થશે. ડ્રેજિંગ ના કારણે મોટી સર્વિસ ચાલી શકે તે સ્થિતિમાં નથી અને ડ્રેજિંગ ની ખર્ચ ઊંચો થાય છે, ત્યારે સરકાર દ્વારા નાની સર્વિસ શરૂ રાખવીનો નિર્ણય કરવામાં આવ્યો છે.