Not Set/ ગુજરાત સરકારની ખેડૂતમિત્રોને ભેટ, દરેક ખેડૂતને મળશે હેક્ટર દીઠ કેટલા રૂપિયા જાણો…!!

ગુજરાતમાં મન મુકીને વરસેલા વરસાદે ખડૂત મિત્રોને ચોધાર આંસુએ રડાવ્યા છે. ગુજરાતના મોટાભાગના જીલ્લાના ખેડૂતને ભારે વરસાદને લઈને મોટું નુકશાન થયું છે. ત્યારે રાજ્યસરકાર દ્વારા ખેડૂતને થયેલા નુકશાનને પહોચી વળવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ જાહેર કરેલા 700 કરોડના પેકેજની મર્યાદા વધારીને 3795 કરોડની કરી છે. […]

Top Stories Gujarat
nitin patel 1 ગુજરાત સરકારની ખેડૂતમિત્રોને ભેટ, દરેક ખેડૂતને મળશે હેક્ટર દીઠ કેટલા રૂપિયા જાણો...!!

ગુજરાતમાં મન મુકીને વરસેલા વરસાદે ખડૂત મિત્રોને ચોધાર આંસુએ રડાવ્યા છે. ગુજરાતના મોટાભાગના જીલ્લાના ખેડૂતને ભારે વરસાદને લઈને મોટું નુકશાન થયું છે. ત્યારે રાજ્યસરકાર દ્વારા ખેડૂતને થયેલા નુકશાનને પહોચી વળવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ જાહેર કરેલા 700 કરોડના પેકેજની મર્યાદા વધારીને 3795 કરોડની કરી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,  કારતક માસ સુધી વરસેલા કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતો ને મોટા પ્રમાણ મા નુકશાન પહોચાડ્યું છે. પાક કપની ના સમયે જ વરસાદ ને કારણે દિવાળી બાદ ખેડૂતો ને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકાર તરફથી કમોસમી વરસાદ માટે 3795 કરોડની ખેડૂતો માટે સહાય કરવામાં આવી હતી. આ પેકેજનો લાભ 81 તાલુકા ના 18369 ગામો ના 56 લાખ 36 હજાર ખેડૂતોને થશે.

ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે જણાવ્યું હતું કે, જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.