girsomanath/ વન્યપ્રાણીની આતંક..! કપાસ વિણતી યુવતી પર દીપડાનો હુમલો

વન્યપ્રાણીની આતંક..! કપાસ વિણતી યુવતી પર દીપડાનો હુમલો

Gujarat Others
kite festival 12 વન્યપ્રાણીની આતંક..! કપાસ વિણતી યુવતી પર દીપડાનો હુમલો

@કાર્તિક વાજા, ઊના

ગુજરાત માં દિવસે ને દિવસે વન્યપ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. રોજ કયાંક ને કયાંક દીપડો અથવા સિંહના હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. શું વન્ય પ્રાણી માનવ વસાહતમાં પ્રવેશી રહ્યા છે કે પછી  કયાંક માનવે તો તેમની સીમમાં પ્રવેશ નથી કર્યો ને..?

ગીરગઢડાની કાકડી મોલી સીમ ખેતી વાડી વિસ્તારમાં કપાસ વીંટી યુવતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. અને યુવતીને ઘાયલ કરી હતી. આ યુવતી ખેતરમાં પરીવાર સાથે કપાસ  વીની રહી હતી. અને  અચાનક દીપડો આવી હુમલો કરી દેતા પગના ભાગે ઇજા કરી નાશી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલીક ઇમરજન્સી 108માં ઊના સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવી છે.

Researchers Surprised to Find Number of Leopards in Northern China on the  Rise

કાકડીમોલી સીમ વિસ્તારમાં આવેલ દેવાયત પરસોત્તમભાઇ રાખોલીયાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે. જેમાં ભાગીયા તરીકે બાલુભાઇ બારૈયા અને તેમનો પરિવાર રહે છે. સાંજના સમયે પરીવારના આઠ વ્યક્તિઓ કપાસ વિણતા હતા. ત્યારે અચાનક દીપડો ખેતરમાં આવી ચડ્ચયો હતો.

અને કપાસ વીણતા શિલ્પાબેન બાલુભાઇ બારૈયા ઉ.વ.19 ઉપર દીપડાએ હુમલો કરી નાશી છૂટ્યો હતો. યુવતીના પગના પાછળના ભાગે નખથી  ઇજા પહોચાડી હતી.  યુવતી પર દીપડાએ હુમલો કરતા રાડારાડ કરવા લાગતા તેમના પિતાએ હાકલા પડકારા કરતા દીપડો હુમલો કરી ત્યાંથી નાશી છુટ્યો હતો. આ અંગેની જાણ ઇમરજન્સી 108ને જાણ કરતા ભુપતભાઇ બાંભણીયા તેમજ ભરતભાઇ બાંભણીયા તાત્કાલીક ધટના સ્થળે પહોચી યુવતીને ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. આ વિસ્તારમાં દિપડાના હુમલાથી આજુબાજુના ખેડૂતોમાં ભયનુ વાતાવરણ ફેલાયેલ હતું. અને વનવિભાગ દ્વારા આ ખૂંખાર દીપડાને પાંજરે પુરવા માંગણી ઉઠી હતી.