Not Set/ ટેકનીકલ ખામીને કારણે GISAT-1નું લોન્ચિંગ મુલતવી, હવે આ તારીખે થઇ શકે લોન્ચિંગ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ટેકનીકલ ખામીને કારણે ફરી એક વખત તેના જિઓ-ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યું છે.

Trending Tech & Auto
mundra 5 ટેકનીકલ ખામીને કારણે GISAT-1નું લોન્ચિંગ મુલતવી, હવે આ તારીખે થઇ શકે લોન્ચિંગ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ટેકનીકલ ખામીને કારણે ફરી એક વખત તેના જિઓ-ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યું છે. GISAT-1ને GSLV-F10 થી 28 માર્ચે અવકાશમાં રવાના કરવાનું હતું.

ઇસરોના અધિકારીઓએ કહ્યું છે કે, સેટેલાઇટમાં કેટલીક ટેકનીકલ ખામીને કારણે તેના લોન્ચિંગ કાર્યક્રમને હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે આ ઉપગ્રહને 18 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવશે.

બીજી વાર લોંચ કરવામાં વિલંબ થયો છે

આ બીજી વખત છે જ્યારે GISAT-1 ના લોન્ચિંગને મોકૂફ રાખવું પડ્યું છે.  આ પહેલા 5 માર્ચે ચેન્નાઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ લોન્ચ થવાનું હતું, પરંતુ ત્યારે પણ ટેકનીકલ ખામી ણે કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. ઇસરોએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, કોવિડ -19 ને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી GISAT-1 અસરગ્રસ્ત બન્યું હતું. અને તેથી તેનું લોન્ચિંગ કરવામાં મોડું થઇ રહ્યું છે.

અવકાશમાં ભારતની આંખનું કામ કરશે

ઇસરોના વડા કે શિવને અગાઉ કહ્યું હતું કે, GISAT-1 પૃથ્વીના દરેક ભાગને બારીકાઇથી જોવાનો દેશનો પ્રથમ ઉપગ્રહ હશે. આશરે 2,268 કિલો વજનવાળા આ ઉપગ્રહને ભૂસ્તર ઓર્બિટમાં પૃથ્વીથી 36 હજાર કિલોમીટરની ઉંચાઈએ લોન્ચ કરવામાં આવશે, જે અવકાશમાં ભારતની આંખનું કામ કરશે.

તે પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ છે જે ભારતની ધરતી અને તેની સરહદોને અવકાશથી મોનિટર કરશે અને સરહદના રક્ષણ માટે ખૂબ ઉપયોગી થશે. શિવને કહ્યું હતું કે ઉપગ્રહ દેશના ભૂમિ વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપનમાં ખૂબ મદદગાર સાબિત થશે. કુદરતી આફતો સમયે, આ ઉપગ્રહ ઘણાં ઠરાવોમાં ચિત્રો પ્રદાન કરશે, જેનો મોટો ફાયદો થશે. આવા સમયે, પૃથ્વીની ઝડપી તસવીરો મેળવવાથી બચાવ પગલાં લેવાનું પણ સરળ બનશે.