ઝાડા/ ડાયેરિયાની તકલીફથી છો પરેશાન? જાણો સારવાર માટેના 7 બેસ્ટ ઉપાય

જાણો ડાયેરિયાથી બચવાના ઉપાયો…

Health & Fitness Trending Lifestyle
dayeria po ડાયેરિયાની તકલીફથી છો પરેશાન? જાણો સારવાર માટેના 7 બેસ્ટ ઉપાય

એક સમય હતો જ્યારે ડાયેરિયા(અતિસાર) જેવી બીમારીને મહામારી જાહેર કરી દીધી હતી. પરંતુ જો યોગ્ય સમયે સરખી રીતે ધ્યાન આપવામાં આવે તો તેનો ઈલાજ સરળ બની જાય છે.

ડાયેરિયાથી બચવા માટે ડૉક્ટરો સલાહ આપે છે કે ઋતુ બદલાતાની સાથે બહારનું ભોજન ન લેવું જોઇએ. અને ભોજન કરતા પણ વધુ ધ્યાન પાણી અને અન્ય પ્રવાહી પદાર્થો પર આપવું જોઇએ.

સામાન્યપણે સારા સ્વાસ્થ્ય જ્યુસ લેવાની સલાહ આપવામાં આવે છે. પણ જેવી-તેવી જગ્યાઓ પરથી જ્યુસ લેવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દૂષિત આહાર અને પાણીના સેવનથી થતી બીમારીઓ ટાયફોઇડ, કમળો, ડાયેરિયા છે. તેમજ દૂષિત આહાર કે પાણીના સેવનથી તમારી કિડની પણ ખરાબ થઇ શકે છે.

જો આ અણધારી બીમારીઓથી બચવું હોય તો હવે પછી બહારનો આહાર લેતા પહેલા નીચેની બાબતો ધ્યાનમાં રાખો…

– સારી રીતે રંધાયેલો ખોરાક લો, કાચો ખોરાક લેવાનું ટાળો.
– ઠંડા પદાર્થો, ખુલ્લા જ્યુસ કે ખુલ્લી મીઠાઇઓ ન ખાવાથી ઇન્ફેક્શન વધી જાય છે.
.- દૂષિત આહાર કે પાણીથી બ્લડ પ્રેશર ઘટી જાય છે અને તાવ પણ આવી શકે છે.
– તાજા ફળો અને શાકભાજીઓ ખાઓ અને ફળો અને શાકભાજી સારી રીતે ધોયેલા જ ખાઓ.

ડાયેરિયાના કારણો – ડાયેરિયા મુખ્ય રૂપે બેક્ટેરિયા કે વાઇરસના ઇન્ફેક્શનને કારણે થાય છે. તેના સામાન્ય કારણો છે દૂષિત આહાર અથવા દૂષિત  પાણીનું સેવન.
– આ એક એવી બીમારી છે, જેમાં દૂષિત ચીજોના સેવનથી આંતરડામાં ઇન્ફેક્શન ફેલાય છે.
– આ બીમારી બાળકોમાં વધુ જોવા મળતી હોય છે.

डायरिया: लक्षण, कारण, निदान, इलाज और रोकथाम

ડાયેરિયાની સારવાર માટેના 7 બેસ્ટ ઉપાય
ઝાડા એ એક ઈન્ફેક્શન છે, જે બેક્ટેરિયા કે વાયરસના કારણે થાય છે
દૂષિત ખોરાકના સેવનથી આંતરડામાં ઈન્ફેક્શન થઈ શકે છે
ચાલો જાણીએ ડાયેરિયામાં શું ખાઈને રાહત મેળવી શકાય

ડાયેરિયાની સારવાર
1. દહીં- તેમાં રહેલાં પ્રોબાયોટીક્સ આંતરડાનો ચેપ મટાડે છે
2. પાણી- પુષ્કળ માત્રામાં પ્રવાહી અને નારિયેળ પાણી પીઓ
3. મેથી દાણા- તેને પાણીમાં 8 કલાક પલાળી તે પાણી પીઓ
4. હળદર- તેને છાશમાં મિક્સ કરી પીવાથી બેક્ટેરિયા સામે રક્ષણ મળે
5. કેળા- રોજ 2 કેળા ખાવાથી પેટની તકલીફોમાંથી મુક્તિ મળે છે
6. ઓરેન્જ ટી- સંતરાની છાલને પાણીમાં ઉકાળી તેને ઠંડુ કરીને પીઓ
7. આદુ- 1 ચમચી સૂંઠ ફાકી 1 ગ્લાસ પાણી પીવાથી જઠર સક્રિય બને છે

(Note: આ લેખમાં આપેલી માહિતીને અનુસરતા પહેલાં ઍક્સપર્ટની સલાહ અવશ્ય લો. મંતવ્ય ન્યૂઝ આ વાતની પુષ્ટી મથી કરી રહ્યું.)

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ