અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ, અવારનવાર તાલિબાન લડવૈયાઓની આવી ઘણી તસવીરો વાયરલ થઈ છે, જેના દ્વારા જાણી શકાય છે કે તેઓ શું કરી રહ્યા છે. ક્યારેક તે જીમમાં અને ક્યારેક તે ચિલ્ડ્રન પાર્કમાં જોવા મળ્યા છે. તો કયારેક અમેરિકી વિમાનમાં દોરડા બાંધી ઝૂલા ખાતા જોવા મળ્યા છે. આવી કેટલીક તસવીરો ફરી વાયરલ થઈ રહી છે જેમાં જોવા મળે છે કે કેટલાક તાલિબાન લડવૈયાઓ બોટ રાઈડ માટે પહોંચ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે તમામ તાલિબાન લડવૈયાઓ રોકેટ લોન્ચર સાથે બોટિંગ માટે આવ્યા હતા.
વાસ્તવમાં, ડેઇલી મેલના એક અહેવાલ મુજબ, આ ઘટના અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં સ્થિત બેન્ડ-એ-આમીર રાષ્ટ્રીય ઉદ્યાનની છે. તાલિબાન લડવૈયાઓએ તળાવમાં ઉભી રહેલી બોટોને જોઈને પાણીમાં ઉતર્યા અને અહીં તે ફ્લેમિંગો બોટ પર સવારી કરતા જોવા મળ્યા હતા. તેઓ અહીં હથિયારોથી સજ્જ અને પેડલ બોટ ચલાવતા જોવા મળ્યા હતા. આ તસવીરો અફઘાનિસ્તાનના એક પત્રકારે ટ્વિટર પર પોસ્ટ કરી છે.
રિપોર્ટ અનુસાર, તાલિબાનોએ કબજો મેળવ્યો તે પહેલા આ સ્થળ અફઘાન પરિવારો માટે પિકનિક સ્થળ હતું, પરંતુ આજે સશસ્ત્ર લડવૈયાઓ અહીં મજા માણતા જોવા મળે છે. તાલિબાન લડવૈયાઓ તળાવમાં કેટલીક શાંત ક્ષણો માણતા જોવા મળ્યા હતા. તેમના ખભા પર સ્લિંગ્સ અને એસોલ્ટ રાઇફલો સાથે અન્ય કેટલાક હથિયારો જોવા મળ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે તાલિબાન લડવૈયાઓને આ રીતે જોવામાં આવ્યા હોય. અગાઉ કેટલાક લડવૈયાઓ ચિલ્ડ્રન પાર્કમાં જોવા મળ્યા હતા. ત્યાં તેઓ બાળકોની રમકડાની ગાડીઓમાં ફરતા જોવા મળ્યા. એટલું જ નહીં, આ પહેલા કેટલાક તાલિબાની જીમના સાધનો સાથે જોવા મળ્યા હતા. આ બધી પ્રવૃત્તિઓ કરતી વખતે પણ તેમના હાથમાં રોકેટ લોન્ચર અને બંદૂકો હંમેશા હાજર હોય છે.
હાલમાં, બોટિંગની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તાલિબાન કાબુલ અને આસપાસના વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુનો આનંદ માણવા ફરતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં પણ, પ્રાણીઓ તરફ બંદૂકો બતાવતા તેના ફોટા વાયરલ થયા હતા.
Tips / આ સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતાં, ફોનને થઇ શકે છે નુકસાન
ચેન્નાઈ / ફોર્ડના ચેન્નાઈ પ્લાન્ટમાં ફરી શરૂ થશે ઈકોસ્પોર્ટનું ઉત્પાદન, જાણો શું છે કારણ
Technology / ભારતમાં આઇફોન આટલા મોંઘા કેમ વેચાય છે ?
Technology / ગૂગલ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નામથી બજારમાં આવશે