Not Set/ મને આપો વોટ અને મેળવો ચંદ્રની ટિકિટ, જાણો આવા કેટલા વચનો આપ્યા છે આ ઉમેદવારે

દેશમાં એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચૂંટણીનો ધમધોકાર ચાલી રહ્યો છે. જણાવી દઇએ કે, તમિળનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

Top Stories India
Untitled 161 મને આપો વોટ અને મેળવો ચંદ્રની ટિકિટ, જાણો આવા કેટલા વચનો આપ્યા છે આ ઉમેદવારે

દેશમાં એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચૂંટણીનો ધમધોકાર ચાલી રહ્યો છે. જણાવી દઇએ કે, તમિળનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ સમય દરમિયાન કોઈ રસ્તાની બાજુમાં બેસીને કપડાં ધોવાનું શરૂ કરે છે, તો કોઈ ડોસા બનાવવાનું શરૂ કરે છે. વળી મદુરાઇ દક્ષિણ મત વિસ્તારનાં અપક્ષ ઉમેદવાર થુલમ સરવનને તો લોકોને કેટલાક આશ્ચર્યજનક વચનો આપી દીધા છે. જે જાણીને તમે પણ થોડીવાર માટે વિચારતા રહી જશો. આ વચનોને કારણે હાલમાં તે ઘણા ચર્ચામાં પણ આવી ગયા છે.

Untitled 162 મને આપો વોટ અને મેળવો ચંદ્રની ટિકિટ, જાણો આવા કેટલા વચનો આપ્યા છે આ ઉમેદવારે

હિટવેવ / ગરમીમાં શેકાવા રહો તૈયાર, રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી

તમિળનાડુમાં, રાજકીય પક્ષોએ આગામી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં સંપૂર્ણ જોર લગાવી રાખ્યો છે અને દરેક મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવી રહ્યા છે અને અલગ-અલગ વચનો આપી રહ્યા છે. આ કડીમાં એક ઉમેદવાર તો એવા છે કે, જેમણે ચૂંટણી જીતવા માટે, લોકોને ચંદ્ર પર લઈ જવાની ખાતરી આપી છે. એટલું જ નહીં, તેણે પોતાના લોકોને મિનિ હેલિકોપ્ટર, દરેક ઘર માટે એક કરોડ રૂપિયા, લગ્ન માટે સોનાનાં આભૂષણો અને ત્રણ માળનું મકાન આપવાનું વચન આપ્યું છે. જણાવી દઈએ કે, સરવનનએ મદુરાઇ દક્ષિણ મત વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાના ઘોષણાપત્રમાં અલગ-અલગ વચનો આપ્યા છે. જેમા તેમણે એવા એવા વચનોનો ઉલ્લેખ કર્યો છે જે એકવાર તમે સાંભળી ચોંકી ઉઠશો.

Untitled 163 મને આપો વોટ અને મેળવો ચંદ્રની ટિકિટ, જાણો આવા કેટલા વચનો આપ્યા છે આ ઉમેદવારે

રાજકારણ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

તેઓ કહે છે કે, જો હું ચૂંટણી જીતીશ તો મારા ક્ષેત્રનો દરેક વ્યક્તિ એક એપલ ફોન આપીશ. ઉપરાંત, ગૃહિણીઓનાં કામનો ભાર ઓછો કરવા માટે, હું તેમને રોબોટ્સ આપીશ, દરેક પરિવારને એક નૌકા અને 300 ફૂટ ઉંચા કૃત્રિમ બરફનો પર્વત બનાવીશ જેથી સમગ્ર વિસ્તાર ઠંડુ રહે. આ સાથે લોકો ચંદ્ર પર જઇ શકે તે માટે એક સ્પેસ રિસર્ચ સેન્ટર અને રોકેટ લોંચિંગ પેડ બનાવીશ. જો કે મીડિયાએ જ્યારે તેમને વચનો વિશે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું કે, મારો હેતુ રાજકીય પક્ષો દ્વારા લોકો સમક્ષ કરવામાં આવેલા ખોટા વચનો સામે જાગૃતિ લાવવાનો છે. હું ઇચ્છું છું કે, તેઓ સારા ઉમેદવારની પસંદગી કરે. પૈસા અને ફ્રીઝનાં લોભથી લોકો નિર્ણય ન લે. મેં હમણાં જ મારા ઘોષણાપત્રનો મજાક બનાવ્યું છે, જેથી લોકો જાગૃત થઈ શકે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ