Not Set/ દિવાળી પર ભેટ સ્વરૂપે આપો તમારા સ્વજનને પેટ્રોલ-ડીઝલ, જાણો કેવી રીતે

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો સામાન્ય લોકો માટે મોટી રાહત છે. જે બાદ દિવાળીનાં આ અવસર પર તમે ભેટ તરીકે પેટ્રોલ અને ડીઝલ પણ આપી શકો છો.

Top Stories Business
ભેટ સ્વરૂપે પેટ્રોલ

દેશનાં મોટાભાગનાં શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે અને દરરોજ લગભગ 35 પૈસા મોંઘું થઈ રહ્યું છે. જો કે હવે પેટ્રોલ અને ડીઝલનાં વધી રહેલા ભાવમાં બુધવારે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થશે.

ભેટ સ્વરૂપે પેટ્રોલ

આ પણ વાંચો – પ્રવેશની મંજૂરી / કોવેક્સિન લેનાર ભારતીયને હવે અમેરિકામાં મળશે સરળતાથી પ્રવેશ,યુએસએ લિસ્ટ અપડેટ કર્યુ

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો સામાન્ય લોકો માટે મોટી રાહત છે. જે બાદ દિવાળીનાં આ અવસર પર તમે ભેટ તરીકે પેટ્રોલ અને ડીઝલ પણ આપી શકો છો. ગભરાશો નહીં, ઈન્ડિયન ઓઇલે પેટ્રોલ અને ડીઝલ માટે ગિફ્ટ વાઉચર શરૂ કર્યા છે. One For You નામનાં આ વાઉચર દ્વારા, તમે કોઈપણ વ્યક્તિને પાંચસોથી દસ હજાર રૂપિયા સુધીનું ઈંધણ ભેટમાં આપી શકો છો. ઈન્ડિયન ઓઈલનાં અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે, ગ્રાહકો ઈમેલ અને SMS દ્વારા કોઈપણ વ્યક્તિને આ ઈંધણ વાઉચર મોકલી શકે છે. આ માટે તેમણે કંપનીની વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી તે ગીફ્ટ વાઉચરની કિંમત ઓનલાઈન ચૂકવીને કોઈપણને તમારા માટે વન વાઉચર મોકલી શકે છે. કંપનીનાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિને આ વાઉચર મળશે તેણે પેટ્રોલ પંપ પર ઈંધણ લીધા બાદ પોતાનો મોબાઈલ નંબર આપવો પડશે. આ પછી તેના મોબાઈલ નંબર પર પાસવર્ડ આપવાનો રહેશે. પાસવર્ડ પછી, વાઉચરની રકમ તે વ્યક્તિનાં ઇંધણ બિલમાંથી ઓછી થઈ જશે. આ સાથે ઈન્ડિયન ઓઇલે 63 શહેરોમાં 126 ઇંધણ સ્ટેશનો પર ગ્રીન ડીઝલ એક્સ્ટ્રાગ્રીન લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આનાથી ધુમાડાથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે. કારણ કે એક્સ્ટ્રાગ્રીન ડીઝલમાં નિયમિત ડીઝલ કરતાં ઓછું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન હોય છે. વળી, લ્યુબ્રિસિટીમાં સુધારણાને કારણે, એન્જિનનાં અવાજમાં પણ ઘટાડો થયો છે.

ભેટ સ્વરૂપે પેટ્રોલ

આ પણ વાંચો –ઘટાડો / કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ એક્સાઈઝ ડ્યુટી લાદે છે. ગયા વર્ષે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી 19.98 રૂપિયાથી વધારીને 32.9 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી હતી. એ જ રીતે ડીઝલ પરની ડ્યુટી વધારીને 31.80 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનાં ભાવ બેરલ દીઠ $85 થઈ ગયા છે અને માંગમાં ઘટાડો થયો છે, પરંતુ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો નહતો. જેના કારણે દેશનાં તમામ મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. ડીઝલ પણ ઘણા રાજ્યોમાં સદી ફટકારી ચૂક્યું છે. જો કે હવે કેન્દ્ર સરકારે આમા ઘટાડો સામાન્ય નાગરિકોને રાહત આપી છે.