Not Set/ ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં…!

પૃથ્વી પર રોજ રોજ વધી રહેલુ આકરૂ તાપમાન ઠંડા પ્રદેશોમાં આવેલા ગ્લેશીયરનું રીતસર દુશ્મન બની ગયુ છે. વધતા તાપમાનથી ગ્લેશીયર સો ગણી ઝડપે તેમનું અસ્તિત્વ ગુમાવી રહયા છે. એમ સમજો કે કુદરતની દરિયામાં બનેલી કરામતનું વધતા તાપમાનથી કાસળ નિકળી રહયુ છે. આવા અનેક ગરમા ગરમ સવાલોનો જવાબ પણ એવો જ ગરમા ગરમા છે. ગ્લેશિયરનો બરફ […]

Top Stories World
glaciers.jpg2 ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં...!

પૃથ્વી પર રોજ રોજ વધી રહેલુ આકરૂ તાપમાન ઠંડા પ્રદેશોમાં આવેલા ગ્લેશીયરનું રીતસર દુશ્મન બની ગયુ છે. વધતા તાપમાનથી ગ્લેશીયર સો ગણી ઝડપે તેમનું અસ્તિત્વ ગુમાવી રહયા છે. એમ સમજો કે કુદરતની દરિયામાં બનેલી કરામતનું વધતા તાપમાનથી કાસળ નિકળી રહયુ છે.

આવા અનેક ગરમા ગરમ સવાલોનો જવાબ પણ એવો જ ગરમા ગરમા છે.

glaciers.jpg1 ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં...!

ગ્લેશિયરનો બરફ કેમ પીગળી રહ્યો છે ?, કૃત્રિમ બરફ બનાવવાની જરૂર કેમ પડી ?, શા માટે ગ્લેશીયરોને બચાવવા ચાલી રહી છે કવાયત. ? તમારા મગજમાં ચાલતા આવા અનેક સવાલોનું સમાધાન શું છે.  તો આખરે એન્ટાર્ટીકાનો બરફ શા માટે પીગળી રહ્યો છે. અને તેને બચાવવા માટે કૃત્રિમ બરફ બનાવવાનો પ્રોજેક્ટની જરૂર કેમ પડી તે પણ સવાલો તો ઊભાને ઊભા જ છે. અને આ તમામનું કારણ એક જ છે અને તે છે,  વધતા તાપમાનનો કહેર, વધતા તાપમાનનાં કહેરથી દુનિયાનો કોઇ દેશ બચ્યો નથી. જે દેશો વર્ષોથી માત્ર વીસ ડિગ્રીમાં રહેવા ટેવાયેલા છે. તેવા યુરોપ જેવા દેશોની દશા પણ ઉષ્ણ તાપમાનથી બગડી ગઇ છે. માનવામાં નહી આવે પણ, આ વખતે યુરીપીયનો ચાલીસ ડિગ્રી તાપમાનથી લાલઘૂમ થઇ ગયા. પેરીસ, બેલ્જિયમ જેવા શહેરોની તો વાત જ ન પૂછો. ગરમીએ શહેરીજનોના હાંજા ગગડાવી નાખ્યા છે.

એકલા ગ્રીનલેન્ડનો 160 અબજ ટન બરફ ઓગળી ચૂક્યો છે

glesiyar ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં...!

યુરોપમાં અસાધારણ તાપમાનની આફતમાં ઠંડાગાર દેશ ગ્રીનલેન્ડને ઘણુ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાલુ જૂલાઇ માસમાંજ ગ્રીનલેન્ડ 160 અબજ ટન બરફ ગુમાવી ચૂકયુ છે. તમને જણાવી લઇએ કે ગ્રીનલેન્ડ દેશની જમીનના 80 ટકા જમીન પર બરફ છવાયેલો છે. આખા દેશમાં જયાં જૂઓ ત્યાં બરફ જ જોવા મળે. ત્યારે ગ્લોબલ વોર્મિંગના હૂમલાને લીધે આ દેશ બરફ વિહીન પણ બની શકે છે. આ ચેતવણી આપી છે ‘વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશને. કારણ કે ગ્રીનલેન્ડ ગત માસમાં પણ 160 અબજ ટન બરફ ગુમાવી ચૂકયુ છે.

હિટ વેવ્સની ઘટનાઓ કાયમની બની ગઈ

global warming 05 02 2019 ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં...!

વિશ્વમાં જે રીતે હીટવેવનો ખતરો પેદા થયો છે. તેનાથી કોઇ પણ દેશને બચવું લગભગ અઘરૂ છે. એટલુ જ નહી હવે હિટવેવ હજૂ પણ વધવાની સંભાવના છે. વિશ્વમાં આવી સ્થિતીને જોતા સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે હિટ વેવ્સની ઘટના હવે વધે એવી પૂરી શક્યતા છે. સામાન્ય રીતે ગરમીનું પ્રચંડ મોઝું ફરી વળે એવી ઘટના નિયમિત બનતી નથી હોતી.  પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આ હિટ વેવ્સની ઘટનાઓ કાયમની થઈ ગઈ છે. જુલાઈ મહિના દરમિયાન યુરોપના વિવિધ દેશોમાં તાપમાને વિક્રમો સર્જ્યા હતા.

આ છે ઠંડાગાર ગણાતા દેશનાં મહત્તમ તાપમાનનાં આંકડા, દાઝી જવાઇને…
નેધરલેન્ડ – 39.4
જર્મની – 41.5
ફ્રાન્સ – 45.9
યુ.કે. – 38.5
સ્વિત્ઝરલેન્ડ – 38
સ્કોટલેન્ડ – 31.6
ઈટાલિ – 35
પોર્ટુગલ – 40

અસાધારણ ઝડપથી પીગળી રહેલો બરફ ચિંતાનો વિષય

glaciers ગ્લેશીયરો ગુમાવી રહ્યા છે અસ્તિત્વ ! ગ્લોબલ વોર્મિગ હવે ટોપ ગીયરમાં...!

તપમાન વધવાથી બરફ પીગળવાની આ ઝડપ અસાધારણ છે. કેમ કે આ સ્થિતી પહેલી વખત સર્જાઈ નથી …આવી સ્થિતીનો ખ્યાલ ભૂતકાળના આંકડા પરથી આવી શકશે. 1970થી 1990 દરમિયાન ગ્રીનલેન્ડનો દર વર્ષે સરેરાશ 50 અબજ ટન બરફ પીગળતો હતો. હવે તેનાથી ત્રણ ગણો વધારે બરફ એક મહિનામાં પાણી થઈ જાય છે. એકલું ગ્રીનલેન્ડ નહીં અમેરિકાના ઉત્તરી રાજ્ય અલાસ્કાની સ્થિતી પણ એવી જ છે. અલાસ્કા આખું બરફનું બનેલું રાજ્ય છે, સામાન્ય રીતે ત્યાં તાપમાન શૂન્યથી નીચે જ હોય છે. તેનો બરફ પણ અગાઉ કરતા 100 ગણી ઝડપે ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગે અચાનક ગિયર બદલીને ઝડપ વધારી હોય એવી સ્થિતી સર્જાઈ છે. કેમ કે અસાધારણ ગરમી સાથે હવે બરફ ઓગળી જવાની નવી સમસ્યા ઉભી થઈ છે. એટલા માટે આ સમસ્યાને રોકવા હવે વૈજ્ઞનિકોએ કૃત્રિમ બરફ બનાવવાની યોજના બનાવી છે. જેનાથી આવી સમસ્યાઓથી વિશ્વને બચાવી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.