Global investors summit/ PM મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરશે

પીએમ  મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવશે.

Top Stories India
Global investors Summit
  • મોદી કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે
  • ઉદઘાટન સત્રમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગયાનાના પ્રમુખ ડો. મોહમ્મદ ઇરફાન પણ સંબોધન કરશે
  • 84 દેશોના 447 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે

Global investors Summit પીએમ  મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી Global investorsm Summit કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરશે. પીએમ મોદી પણ સંબોધન કરશે. ઉદઘાટન સત્રમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગયાના પ્રમુખ ડો.મોહમ્મદ ઈરફાન અલી પણ સંબોધન કરશે.

આ પણ વાંચોઃ કાશ્મીરના કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા એક અધિકારી સહિત 3 જવાનોના મોત

રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ સમિટને સંબોધિત કરશે. તેમના સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનું વર્ચ્યુઅલ સંબોધન પણ હશે. જેમાં ભારત અને વિદેશના રોકાણકારો સામેલ થશે 11 અને 12 જાન્યુઆરીએ યોજાનારી આ સમિટમાં 84 દેશોના 447 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સિવાય તમામ G-20 ના પ્રતિનિધિઓ, 5 હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે.

સમિટના પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યાથી કૃષિ, ફૂડ એન્ડ ડેરી પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેર, નેચરલ ગેસ અને પેટ્રો કેમિકલ્સ સેક્ટરમાં તકો, રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર સેશન યોજાશે. બપોરે 3 વાગ્યાથી ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ પર વિશેષ સત્ર પણ યોજાશે. સાંજે 4 થી 5.30 દરમિયાન શહેરી વિસ્તારોમાં આઇટી, પ્રવાસન, લોજિસ્ટિક્સ અને વેર-હાઉસિંગ, ઇન્ફ્રા-સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સત્રો યોજાશે.

આ પણ વાંચોઃ મહેસાણાના વિશ્વ પ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિરમાં આ તારીખે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવશે!

સમિટના બીજા દિવસે વિવિધ વિષયો પર સેશન યોજાશે. સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે મધ્યપ્રદેશથી નિકાસની શક્યતાઓ, સામાજિક માળખાના વિકાસ માટે નાણાકીય સહાય જેવી ઘણી બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ભારતની પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં મધ્યપ્રદેશનું યોગદાન, એરો સ્પેસ અને સંરક્ષણ, ભારતમાં ઉત્પાદનને ઝડપી બનાવવા અને શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મધ્ય પ્રદેશનું યોગદાન રોકાણકારો વચ્ચે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

 મહેસાણાના વિશ્વ પ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિરમાં આ તારીખે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવશે!

રાયબરેલીમાં ગાઢ ધુમ્મસના લીધે ગમખ્વાર અકસ્માત,ડમ્પરે 3 લોકોને કચડી નાંખ્યા બાદ નહેરમાં ગરકાવ

UNના અહેવાલમાં મોટો દાવો, ભારત 3 મહિનામાં ચીનને પછાડી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે!