Go First Row/ Go Firstએ 15 મે સુધી બંધ કરી તેની ટિકિટ બુકિંગ, DGCA મુસાફરોને પૈસા રિફંડ કરવા કહ્યું

એરલાઈન્સ મુસાફરોને ટિકિટના પૈસા રિફંડ કરવા અથવા ભવિષ્યની મુસાફરી માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.

Top Stories India
Go First

મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન Go Firstએ 15 મે સુધી ટિકિટ બુકિંગ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય એરલાઈન્સ મુસાફરોને ટિકિટના પૈસા રિફંડ કરવા અથવા ભવિષ્યની મુસાફરી માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ગુરુવારે આ માહિતી આપી.

એરલાઇન્સે 3 મેથી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધા બાદ DGCAએ Go Firstને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “Go Firstએ 15 મે સુધી તેની ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરવાનું બંધ કરવાની સૂચના આપી છે.” એરલાઈને કહ્યું છે કે તે મુસાફરોને ટિકિટના પૈસા પરત કરશે અથવા તેમને ભવિષ્યની તારીખે ફ્લાઈટમાં બેસવા દેશે.”

Go First ના પ્રતિસાદ બાદ, DGCA એ એરલાઇનને પ્રવર્તમાન નિયમો હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં ટિકિટના નાણાં રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. નિયમનકારે કહ્યું કે તે Go First દ્વારા અચાનક કામગીરી બંધ થવાને કારણે મુસાફરોને પડતી અસુવિધાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો:આગામી પાંચ વર્ષમાં ભારતીય જોબ માર્કેટમાં 22 ટકા ફેરફારઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

આ પણ વાંચો:કોંગ્રેસની મોદીને 92મી ગાળ, મલ્લિકાર્જુન ખડગે બાદ પુત્ર પ્રિયંકે પીએમને કહ્યા’અપશબ્દો’

આ પણ વાંચો: ‘કેરળ સ્ટોરી’ ફિલ્મ શું છે અને જાણો તેનો વિવાદ

આ પણ વાંચો: છૂટાછેડામાં છ મહિનાના પ્રતીક્ષા સમયગાળા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:કર્ણાટકમાં ચૂંટણી પહેલા ભાજપે આ બાબતમાં મારી બાજી, કોંગ્રેસ હજી અવઢવમાં