કોરોના/ ગોવાના CM નો પ્રજાલક્ષી નિર્ણય, તમામ ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં થશે કોરોનાની સારવાર

ગોવા સરકારે ઇનકાર કર્યો હતો કે જીએમસીએચમાં ઓક્સિજનના અભાવને કારણે દર્દીઓનાં મોત થયાં હતાં. સરકારે કહ્યું કે ઓક્સિજનનો અભાવ અને મૃત્યુ બંનેને જોડી શકાતા નથી.

Top Stories India
A 199 ગોવાના CM નો પ્રજાલક્ષી નિર્ણય, તમામ ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં થશે કોરોનાની સારવાર

ગોવા સરકારે ઇનકાર કર્યો હતો કે જીએમસીએચમાં ઓક્સિજનના અભાવને કારણે દર્દીઓનાં મોત થયાં હતાં. સરકારે કહ્યું કે ઓક્સિજનનો અભાવ અને મૃત્યુ બંનેને જોડી શકાતા નથી. આ સાથે રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે જાહેરાત કરી કે ગોવાના તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે.

ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોના ઇલાજ કરી રહેલી બધી જ ખાનગી 1 હોસ્પિટલનો વહીવટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીને મફત સારવાર આપવાનો નિર્ણય કરવાામં આવ્યો છે. સરકારે આ નિર્ણય નિયમોનું ઉલ્લંઘન થતાં ઉઠાવ્યો છે.

આ પણ વાંચો :જાણો કોણ હતા રાજીવ સાતવ, જેઓ કોરોના સામે હાર્યા જંગ

4 દિવસમાં જીએમસીએમમાં સારવાર કરી રહેલા 75 સંક્રમિતોના મૃત્યુ થઇ ગયા. જેને પ્રશાસન માટે ચેતાવણીની ઘંટી વગાડી છે. મુખ્યમંત્રી સાવંતે આ નિર્ણય કરવાનું કારણ રજૂ  કરતા જણાવ્યું કે., પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીં ઉપલબ્ધ કુલ બેડમાંથી 50 ટકા બેડ કોવિડ-19ના દર્દીઓ માટે રિઝર્વ ન હતા રાખવામાં આવતાં.

આ પણ વાંચો :દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું, જાણો ક્યાં સુધી રહેશે પ્રતિબંધો

મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી સામે એવી ઘણી ઘટનાઓ આવી કે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોએ ડીડીએસએસવાઇ યોજના (રાજ્ય સરકારની સ્વાસ્થ્ય વીમા યોજના) અંતર્ગત કોરોના દર્દીઓને સારવાર ના આપી. આ સિવાય ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓ પાસેતી વધારે પૈસા વસૂલે છે તેવી ઘટનાઓ પણ સામે આવી છ. ત્યાર બાદ સરકારે આ હોસ્પિટલોમાં એડમિશનનો અધિકાર સરકારે લીધો છે.

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર

s 3 0 00 00 00 2 ગોવાના CM નો પ્રજાલક્ષી નિર્ણય, તમામ ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં થશે કોરોનાની સારવાર