Not Set/ ભારતીય સંશોધકોએ આકાશગંગાના અસ્તિત્વ માટે મહત્વના ત્રણ મોટા બ્લેક હોલ શોધ્યા..

ભારતીય ખગોળશાસ્ત્ર સંસ્થાના સંશોધકો જ્યોતિ યાદવ, મૌસૂમી દાસ અને સુધાંશુ બર્વેએ ફ્રેન્ચ સંશોધકો સાથે મળીને  એનજીસી 7733 અને   એનજીસી 7734 નામના બે   ગેલેક્સીનો અભ્યાસ કર્યો

Top Stories
tara ભારતીય સંશોધકોએ આકાશગંગાના અસ્તિત્વ માટે મહત્વના ત્રણ મોટા બ્લેક હોલ શોધ્યા..

ભારતીય સંશોધક અને ફ્રેન્ચ સાથીઓએ  સાથે મળીને ત્રણ મોટા બ્લેક હોલ શોધી નિકાળ્યા છે. જેમાં ઘણા બધા ગેલેક્સી એટલે કે તારાવિશ્વો (આકાશગંગા) એકત્ર થઇને પસાર થઇ રહી છે. આ માહિતી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું  કે આ રીતના  મોટા આકારના બ્લેક હોલ શોધવાનું ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે તેમાંથી કોઈ પણ પ્રકારનો પ્રકાશ બહાર પડતો નથી. જો કે, આસપાસના વાતાવરણને બદલીને તેઓ પોતાની હાજરીનો સંકેત આપે છે. જ્યારે આસ પાસના ગેસ અને ધૂળના કણો બ્લેક હોલની નજીક આવે છે, ત્યારે ત્યાં ઉર્જાનું ક્ષેત્ર બને છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની સ્થિતિ સર્જાય છે. પછી બ્લેક હોલ થોડા સમય માટે તેજસ્વી બની જાય છે. આ  સમયે તેમને ઓળખી શકાય છે.

વધુમાં મંત્રાલયે જણાળ્યુ કે આને સક્રિય ગેલેક્ટીક ન્યુક્લી (એજીએન) પણ કહેવાય છે. જેમાંથી મોટા પ્રમાણમાં આયનાકૃત કણો અને ઉર્જા નિકળે છે. આ કણો અને ઉર્જા આકાશગંગાને વધુ ચમકાવે છે ઉપરાંત વાતાવરણનું તાપમાન પણ વધારે છે. એવું કહી શકાય કે આકાશગંગાના અસ્તિત્વને જાળવવામાં આ બ્લેક હોલ્સની મોટી ભૂમિકા છે.

ભારતીય ખગોળશાસ્ત્ર સંસ્થાના સંશોધકો જ્યોતિ યાદવ, મૌસૂમી દાસ અને સુધાંશુ બર્વેએ ફ્રેન્ચ સંશોધકો સાથે મળીને  એનજીસી 7733 અને   એનજીસી 7734 નામના બે   ગેલેક્સીનો અભ્યાસ કર્યો. તેમની નજીક મોટા કદના બ્લેક હોલ મળ્યા છે. તેમનું સંશોધન પેપર તાજેતરમાં સાયન્સ જર્નલ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત થયું છે. આ બ્લેક હોલ અને ગેલેક્સી (તારાવિશ્વો) ચીલીમાં મોટા કદના ટેલિસ્કોપ અને દક્ષિણ આફ્રિકામાં ઓપ્ટિકલ ટેલિસ્કોપ સાથે જોવા મળ્યા હતા.