Godhara/ ગરબા કાર્યક્રમો મોફુક રહેતા દાંડિયા બનાવતા કારીગરોની હાલત બની કફોડી

રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રી કાર્યક્રમ મોકૂફ રહેતા ગોધરા શહેરના દાંડિયા બનાવતા કારીગરોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે,જેમાં ગોધરા  શહેરમાં અંદાજે 150 ઉપરાંત દાંડિયા બનાવતા મુસ્લિમ કારખાનેદારો પાસે હાલમાં દાંડિયાના સ્ટોકનો ભરાવો થતા તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, સાથે સાથે તેઓ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાના સરકારના નિર્ણયને સમર્થન પણ આપી રહ્યા છે.

Top Stories Gujarat Others
dinesh sharma 7 ગરબા કાર્યક્રમો મોફુક રહેતા દાંડિયા બનાવતા કારીગરોની હાલત બની કફોડી

@નામદેવ પાટીલ, મંતવ્ય ન્યૂઝ-ગોધરા

રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રી કાર્યક્રમ મોકૂફ રહેતા ગોધરા શહેરના દાંડિયા બનાવતા કારીગરોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે,જેમાં ગોધરા  શહેરમાં અંદાજે 150 ઉપરાંત દાંડિયા બનાવતા મુસ્લિમ કારખાનેદારો પાસે હાલમાં દાંડિયાના સ્ટોકનો ભરાવો થતા તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, સાથે સાથે તેઓ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાના સરકારના નિર્ણયને સમર્થન પણ આપી રહ્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષ કોરોના મહામારી ફેલાતા સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો પર સતર્કતા દાખવીને રોક લગાવવામાં આવી  છે, જેમાં ગુજરાતીઓના પ્રિય ઉત્સવ એવા નવરાત્રી મહોત્સવનો પણ સમાવેશ થાય છે, સરકારના આદેશ મુજબ ચાલુ વર્ષે રાજ્યમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમો મોફુક રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે,ત્યારે બીજી તરફ આ ગરબા કાર્યક્રમો મોફુક રહેતા તેની સીધી અસર દાંડિયા બનાવતા કારીગરો પર પડી છે , માત્ર ગોધરા શહેરમાં જ 150 ઉપરાંત દાંડિયા બનાવવાના કારખાના આવેલા છે, જેમાં 1000 ઉપરાંત કારીગરો દાંડિયા બનાવના કામ સાથે સંકળાયેલા છે, મહત્વની વાત એ છે કે ગોધરા શહેરમાં આવેલા તમામ દાંડિયા બનાવવાના કારખાના મુસ્લિમ ભાઈઓના છે.

omg / કળયુગની લૈલા, એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ભર્યું એવું પગલું કે….

Heavy Rain in Gujarat / મેઘરાજા હવે તો કરો ખમૈયા, આભમાંથી આશીર્વાદની જગ્યાએ વરસી રહી છે આફત

તેઓ દરવર્ષે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડીને હિન્દુઓના પ્રિય તહેવાર માટે આકર્ષક અને નયનરમ્ય દાંડિયા તૈયાર કરતા હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના અને આકર્ષક દાંડિયા બનાવવામાં આવતા હોય છે, ગોધરા શહેરના મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા દાંડિયા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યપ જેવા કે મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી, અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. તદ્પરાંત ગોધરામાં બનાવવામાં આવેલા દાંડિયાની વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.

Wooden Dandiya Sticks

ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ રદ્દ રહેતા દાંડિયા બનાવતા કારીગરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, નવરાત્રી પૂર્વેના 6 માસ પૂર્વે આ કારીગરો દ્વારા દાંડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે લોકડાઉન બાદ છૂટ મળતા આ કારીગરો દ્વારા નવરાત્રી મહોત્સવમાં છૂટછાટ મળવાની આશાએ દાંડિયા બનાવવની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ નવરાત્રી મહોત્સવો મોકૂફ રહેતા આ કારીગરોને હાલમાં દાંડિયાનો સ્ટોક કરવો પડી રહ્યો છે,, ગોધરા શહેરમાં આવેલા વિવિધ કારખાનાઓમાં અંદાજે સરેરાશ 50 હજાર ઉપરાંત દાંડિયાનો સ્ટોકનો ભરાવો થયો છે, ત્યારે આ દાંડિયા બનાવતા કારખાનેદારો સાસરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, મહત્વની વાત એ છે કે નુકશાન વેઠ્યાં બાદ પણ આ કારીગરો સરકારના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે અમે દાંડિયાનું વેચાણ તો આગામી વર્ષે કરીશુ પરંતુ દેશની પ્રજા કોરોના સંક્રમણનો ભોગ ન બને અને સ્વસ્થ રહે એ જ અમારી પ્રાથમિકતા છે.

himmtanagar / ભ્રુણ હત્યા..? આ હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીન કરાયુ સીલ

Godhara / ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો

Coronavirus / કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન