India/ ભારતે પ્રથમ લોકડાઉન લાગુ કર્યું હોવાથી કોરોના ચેપના કેસમાં ઘટાડો: પીએમ મોદી

ભારતમાં આજે કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે અને રીકવરી દર પણ 88 ટકા પર પહોંચી ગયો છે.

Top Stories India
ipl2020 15 ભારતે પ્રથમ લોકડાઉન લાગુ કર્યું હોવાથી કોરોના ચેપના કેસમાં ઘટાડો: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારતમાં આજે કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે અને રીકવરી દર પણ 88 ટકા પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે આ શક્ય એટલા માટે બન્યું છે કે, ભારતે પહેલા લોકડાઉન લગાવી લોકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા.

ગ્રાન્ડ ચેલેન્જ્સના વાર્ષિક પરિષદને વીડિયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધતા મોદીએ પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું કે અમે કોવિડ ઇન્ફેક્શન રસી વિકસાવવામાં સૌથી આગળ છીએ અને તેમાંની કેટલીક અદ્યતન તબક્કે છે. તેમણે કહ્યું કે આજે આપણે જોઈએ છીએ કે દેશમાં કોરોના ચેપના કેસો દરરોજ ઘટતા જાય છે.

Godhara / ગરબા કાર્યક્રમો મોફુક રહેતા દાંડિયા બનાવતા કારીગરોની હાલત બની કફોડી…

omg / કળયુગની લૈલા, એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ભર્યું એવું પગલું કે…….

તેમણે કહ્યું હતું કે આ શક્ય એટલા માટે બન્યું છે કે, લોક ડાઉન લાગુ કરવામાં ભારત પ્રથમ હતું.  લોકોને માસ્કનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરનારા દેશોમાં ભારત પ્રથમ હતો. ભારતે કોરોના સંક્રમીતોને શોધવા માટે અસરકારક રીતે કામ કર્યું હતું અને ઝડપી એન્ટિજેન સ્ક્રિનિંગ શરૂ કરનારા પ્રથમ દેશોમાં શામેલ હતો

Heavy Rain in Gujarat / મેઘરાજા હવે તો કરો ખમૈયા, આભમાંથી આશીર્વાદની જગ્યાએ વરસી રહી છે આફત…

himmtanagar / ભ્રુણ હત્યા..? આ હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીન કરાયુ સીલ…

પ્રધાનમંત્રીએ કહ્યું, અમે હજુ પણ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કાર્યરત છીએ. મોદીએ કહ્યું કે ભારતે સ્વચ્છતા વધારવામાં અને શૌચાલયોની સંખ્યામાં વધારો કરવા સહિતના ઘણા પ્રયત્નો કર્યા છે જે આરોગ્યની વધુ સારી વ્યવસ્થામાં ફાળો આપી રહ્યા છે.

આરોગ્ય અને વિકાસના ક્ષેત્રમાં પડકારોને પહોંચી વળવા નવીનતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે છેલ્લા 15 વર્ષથી ગ્રાન્ડ ચેલેન્જ્સ કાર્યરત છે. બાયોટેકનોલોજી વિભાગ, ભારત સરકાર અને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની ભાગીદારીમાં 2012 માં ગ્રાન્ડ ચેલેન્જ્સ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.

#navratripuja: નોરતાનો આજે ત્રીજો દિવસ, આ પદ્ધતિથી માઁ “ચંદ્રઘંટા”ની કરો પૂજા…

Navratri: આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા…

dharma: નવરાત્રી કેમ કહેવામાં આવે છે, નવદિન કેમ નહીં?…