Ahmedabad rathyatra/ રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા, બનારસ, બેંગલુરુ, સુરત વગેરેથી મંગાવેલા વેલ્વેટ, ગઝી સિલ્કના કાપડમાંથી વિવિધ રંગોમાં બનાવવામાં આવ્યા છે. વાઘામાં…..

Top Stories Ahmedabad Gujarat
Image 2024 06 16T161125.148 રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

Ahmedabad News: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને હવે  ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરી દેવામાં આવ્યા છે. ભગવાનને પહેરાવવામાં આવતા આ વાઘા છેલ્લાં 20 વર્ષથી અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અમદાવાદના કારીગરો દ્વારા પંજાબી લેંઘા જેવા વેલ્વેટના વાઘા બનાવવામાં આવ્યા છે.

WhatsApp Image 2024 06 16 at 3.22.22 PM 3 રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા, બનારસ, બેંગલુરુ, સુરત વગેરેથી મંગાવેલા વેલ્વેટ, ગઝી સિલ્કના કાપડમાંથી વિવિધ રંગોમાં બનાવવામાં આવ્યા છે. વાઘામાં આસમાની, મોરપીંછ, રાણી, ક્રીમ જેવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે વૃંદાવન, બનારસ, પંજાબ, મથુરા, સુરત જેવાં શહેરોમાંથી અલગ-અલગ ડિઝાઇનના વાઘાનું કાપડ મંગાવવામાં આવ્યા છે. આસમાની, લાલ, વેલ્વેટ, ગઝી સિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે. ડાયમંડ, જરદોશી, મોતીવર્ક, જરીવર્કથી વાઘા અને અલંકાર તૈયાર કર્યા છે. તેમજ જોધપુરી જ્વેલરી ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરાઈ છે. ભગવાનના ખૂબ જ સુંદર વાઘા તૈયાર થઈ ગયા છે. એક મહિનાથી વાઘા તૈયાર કરવામાં આવતા હતા. 27મી જૂને દર્શનાર્થી માટે મંદિરના પ્રાંગણમાં વાઘા મુકાશે.

WhatsApp Image 2024 06 16 at 3.22.22 PM 2 રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

ભગવાનના વાઘા તૈયાર થતાં એક મહિનાનો સમય લાગ્યો
અમાસના દિવસે ભગવાન જ્યારે મંદિરે પરત ફરે અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીને કયાં વસ્ત્રો પહેરાવવાં તે મંદિરના મહંત દ્વારા નક્કી કરવામાં આવશે.  26 અને 27 જૂનના રોજ ભગવાનના વાઘા વાજતે ગાજતે યજમાનો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવશે. લોકોના દર્શનાર્થે માટે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકવામાં આવશે.

WhatsApp Image 2024 06 16 at 3.22.22 PM 1 રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર