છેતરપિંડી/ 8 લાખ લેવા જતા 3,75 લાખનો ચૂનો લાગ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

લોન ભરપાઈ કરવાના બહાને બેંક કર્મચારી બની આવેલા એક ઇસમે બાકી લોન ભરપાઈ કરવાના બહાને 3,75000 લાખ લઈ ફરાર થઇ ગયો છે. આ મામલે ખેડૂત પરિવારે પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી છે.

Gujarat Others
બનાસકાંઠા

ગુજરાતીમાં એક કહેવત છે કે, ગરજવાનમાં અક્કલ ના હોય. એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિને ગરજ હોય ત્યારે તે ભાન ભૂલી જાય છે. આવો એક બનાવ બનાસકાંઠા દિયોદરના ડુચકવાડા ગામથી સામે આવ્યો છે. જ્યાં લોન ભરપાઈ કરવાના બહાને બેંક કર્મચારી બની આવેલા એક ઇસમે બાકી લોન ભરપાઈ કરવાના બહાને 3,75000 લાખ લઈ ફરાર થઇ ગયો છે. આ મામલે ખેડૂત પરિવારે પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી છે.

a 100 4 8 લાખ લેવા જતા 3,75 લાખનો ચૂનો લાગ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા દિયોદરના ડુચકવાડા ગામે એક ખેડૂત પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે જેમાં બે મહિના અગાઉ એક હરિ નામનો ઈસમ ઘરે આવ્યો હતો અને એચ ડી એફ સી બેંક માંથી આવ્યો હોવાનું કહી બેંક માં 3,75 લાખ રૂપિયા લોન બાકી હોવાનું કહી લોનની ભરપાઈ કરશો તો 8 લાખ લોન આપવાની લાલચ આપી હતી જેમાં અરજદાર ખેડૂતે લાલચમાં આવી એક મહિનામાં થોડી થોડી રકમ આપી 3,75 લાખની ભરપાઈ કરી હતી જેમાં ખેડૂતે લોન માટે ફોન કરતા ફોન બંધ આવ્યો હતો.

a 100 5 8 લાખ લેવા જતા 3,75 લાખનો ચૂનો લાગ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

જેમાં ખેડૂતને આશા હતી કે બેંક માંથી લોન મળશે પરંતુ જયારે એચ ડી એફ સી બેંક માંથી અસલી કર્મચારીઓ ખેડૂત પાસે આવ્યા અને હજુ લોન બાકી હોવાનું કહેતા ખેડૂતની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જેમાં ખેડૂતે સમગ્ર હકીકત બેંકના કર્મચારી સમક્ષ વાફેક કરતા કોઈ બેંકમાં આ ઈસમ ન હોવાનું જણાવતા આખરે ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું બહાર આવતા ખેડૂત અણદાભાઈ ચૌધરીએ અજાણ્યા ઈસમ સામે કાર્યવાહી કરવા દિયોદર પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરી છે.

આ પણ વાંચો:PM મોદીએ ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો,’લોકશાહીએ સરમુખત્યારશાહીને હરાવી હતી’

આ પણ વાંચો: ‘સામના’માં સંજય રાઉતે એકનાથ શિંદે પર કર્યા પ્રહાર,શિવસેના સામે બગાવત કરનારની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ!

આ પણ વાંચો:ATS દ્વારા ધરપકડ કરાયેલ ભૂતપૂર્વ IPS આરબી શ્રીકુમાર કોણ છે? શા માટે કરવામાં આવી ધરપકડ ?