Not Set/ કેન્સર જેવી બિમારી માટે મદદરૂપ છે ગૌમુત્ર, તેનાથી બને છે ઘણી દવાઓ : અશ્વિનીકુમાર ચૌબે

આજે દેશભરનાં નેતાઓનાં નિવેદનો હેડલાઇન્સ મેળવી રહ્યા છે. તાજેતરમાં, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગાયને ઓક્સિજન છોડવા માટેનું એકમાત્ર પ્રાણી ગણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે, તેની આસપાસ રહેવાથી અને તેને માલિશ કરવાથી શ્વાસ સંબંધિત રોગોની દૂર કરી શકાય છે, તો હવે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ગૌમુત્રને ગુણકારી બતાવતા કહ્યુ છે કે, […]

Top Stories India
311099 ashwini choubey કેન્સર જેવી બિમારી માટે મદદરૂપ છે ગૌમુત્ર, તેનાથી બને છે ઘણી દવાઓ : અશ્વિનીકુમાર ચૌબે

આજે દેશભરનાં નેતાઓનાં નિવેદનો હેડલાઇન્સ મેળવી રહ્યા છે. તાજેતરમાં, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગાયને ઓક્સિજન છોડવા માટેનું એકમાત્ર પ્રાણી ગણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે, તેની આસપાસ રહેવાથી અને તેને માલિશ કરવાથી શ્વાસ સંબંધિત રોગોની દૂર કરી શકાય છે, તો હવે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ગૌમુત્રને ગુણકારી બતાવતા કહ્યુ છે કે, તેનાથી કેન્સર જેવા ઘણા રોગોની સારવાર માટે દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી શનિવારે કોયમ્બતુરની એક હોસ્પિટલમાં ‘કેન્સર વિરુદ્ધ યુદ્ધ’ અભિયાન શરૂ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આયુષ મંત્રાલય પણ ગૌમુત્રથી દવાઓ તૈયાર કરવાની દિશાએ કામ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગાયનાં રક્ષણ માટે અને ગાયનાં ઉછેર માટે સરકાર કટિબદ્ધ છે અને તેના માટે યોજનાઓ પણ બનાવવામાં આવી છે.

દેશને કેન્સર મુક્ત બનાવવાનાં સવાલનાં જવાબમાં ચૌબેએ જણાવ્યું હતું કે, નોન-કમ્યુનિકેબલ રોગો આજે વિશ્વભરમાં એક પડકાર બની ગયા છે. વડા પ્રધાને પહેલા જ કહ્યું છે કે, દેશ 2030 સુધીમાં તેનાથી મુક્ત થવા માંગે છે અને આરોગ્ય મંત્રાલય આ લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ કામ કરી રહ્યું છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, સરકારની આયુષ્માન ભારત યોજના આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને કેન્સર જેવા ગંભીર અને ખર્ચાળ રોગોની સારવાર કરવામાં મદદ કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ્યારે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે, ગાય ઓક્સિજન છોડનાર એકમાત્ર પશુ છે અને તેની માલિશથી શ્વાસ સંબંધિત રોગોનો ઇલાજ પણ થઈ શકે છે. આ સંદર્ભમાં તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે એક સમારોહ દરમિયાન ગાયનાં રોગનિવારક ગુણધર્મો સમજાવતા જોવા મળ્યા હતા. જેમાં તે કહે છે કે, ‘ગાય એકમાત્ર પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને છોડે પણ છે, તેથી અમે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે, કારણ કે તે અમને જીવન આપે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.