આઈપીએલની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. આ વચ્ચે કોરોનાનું સંકટ પણ સતત આઈપીએલની આ સીઝન પર જોવા મળી રહ્યુ છે. જણાવી દઇએ કે, આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે.

Cricket / ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, સતત જીતી 22 વન-ડે મેચ
જણાવી દઇએ કે, આઈપીએલમાં પ્રથમ મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ સાથે રમાવાની છે. બંને ટીમો તેની પહેલી મેચ મુંબઇમાં રમશે. આ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક સારા સમાચાર એ છે કે ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે સંપૂર્ણ રીતે ફિટ થઇ ગયા છે અને ચેન્નઈની પહેલી મેચમાં તે ટીમનો ભાગ બનશે. ગત સીઝનમાં, સીએસકેની ટીમનું પ્રદર્શન ખૂબ નબળું હતું અને ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમાં ક્રમે હતી. ચેન્નઈની ટીમે ગત સીઝનમાં 14 માંથી માત્ર 6 મેચ જ જીતી હતી. આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રવિન્દ્ર જાડેજાનો ડાભા હાથનો અંગૂઠો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઘાયલ થયો હતો, ત્યારબાદથી હજી સુધી એક પણ મેચ રમી શક્યો નથી. પરંતુ હવે સારા સમાચાર એ છે કે, હવે રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઇ ગયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજા નેટ્સ પર બેટ્સમેન અને બોલિંગ કરી રહ્યો છે અને તે ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવનનો ચોક્કસપણે ભાગ હશે. સુત્રોનાં જણાવ્યા મુજબ, રવિન્દ્ર જાડેજાએ નેટ્સ પર સારી બોલિંગ કરી છે. તે ચોક્કસ ટીમનો ભાગ બનશે.

IPL પર સંકટનાં વાદળ / અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ
રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સનો સૌથી અનુભવી ખેલાડી છે. તેણે આઈપીએલમાં કુલ 184 મેચ રમી છે, જેમાં તેણે 2159 રન બનાવ્યા છે. આ સિવાય જાડેજાએ પણ 114 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાનું ફીટ હોવુ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાહતનો સમાચાર છે. રવિન્દ્ર જાડેજા આઈપીએલ 2008 ની પ્રથમ સીઝનથી આઇપીએલ રમી રહ્યો છે. 2020 માં, જાડેજાએ સીએસકે માટે ઘણી સારી બેટિંગ કરી હતી. તેણે ગત સીઝનમાં 232 રન બનાવ્યા હતા. તેણે 46.40 ની એવરેજથી 171.85 નાં સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

