Flight/ વિમાની મુસાફરો માટે સારા સમાચાર, સામાન વિના મુસાફરી સસ્તી, DGCAની જાહેરાત

એક તરફ દેશમાં કોરોનાના કારણે હાહાકાર મચેલો છે તેની વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાખો વિમાની મુસાફરો માટે સારા સમાચાર આપવામાં

India
flight 1 વિમાની મુસાફરો માટે સારા સમાચાર, સામાન વિના મુસાફરી સસ્તી, DGCAની જાહેરાત

એક તરફ દેશમાં કોરોનાના કારણે હાહાકાર મચેલો છે તેની વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાખો વિમાની મુસાફરો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે.DGCA દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનના અનુસાર, જે મુસાફરો વસ્તુ વગર અથવા માત્ર કેબિન બેગની સાથે મુસાફરી કરશે તો તેને એરલાઈન્સ સસ્તી ટિકિટ ઓફર કરી શકે છે. આ વસ્તુની જાહેરાત ટિકિટ બુકિંગના સમયે કરવામાં આવશે. જો કે, કેબિન બેગનું વજન નક્કી કરેલી મર્યાદાથી વધુ ન હોવું જોઈએ. વર્તમાન સમયમાં એક પેસેન્જર 7 કિલો વજનની કેબિન બેગ અને 15 કિલો વજનની ચેક-ઈન બેગ લઈ જઈ શકે છે. તે ઉપરાંત વધારાના વજન માટે પ્રતિ કિલોના દરે ચાર્જ લેવામાં આવે છે.

Rules / 1 માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી, 1 કલાકમાં માત્ર 100ને પ્રવેશ

દેશની દોડપરી હિમાદાસને મળી પાંખ, સરકારે કરી પોલીસમાં DSP તરીકે નિયુક્તિ

નોટિફિકેશનમાં DGCAએ ફીડબેકના આધારે જણાવ્યું કે, ટિકિટમાં સામેલ કરવામાં આવેલી અનેક સેવાઓની મુસાફરી દરમિયાન મુસાફરોને કોઈ જરૂર હોતી નથી. જો સર્વિસિસ અને ચાર્જિસને અલગ કરવામાં આવે છે તો તેનું બેઝિક ભાડું સસ્તું થવાની સંભાવના છે. તે ઉપરાંત મુસાફરોને અન્ય સર્વિસિસ પસંદ કરવાનો ઓપ્શન મળશે.

 રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

જોકે કેટલાક ચાર્જ અલગથી વસૂલ કરવામાં આવશે.સાફરોની પસંદની સીટ) ચાર્જ,પાણી સિવાય સ્નેક, ફૂડ અને ડ્રિંક ચાર્જ,એરલાઈન્સ લાઉન્જનો ઉપયોગ કરવાનો ચાર્જ,સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ ચાર્જિસ,મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ કેરિજ,કિંમતી બેગ માટે ખાસ ફી (વધારે યુનિટ માટે પરવાનગી),ચેક-ઈન બેગેજ ચાર્જ. એરલાઈનની બેગેજ પોલિસી અંતર્ગત કોઈ વસ્તુ ન હોવાથી શિડ્યુઅલ એરલાઈન્સને ફ્રી બેગેજ ઓફર આપવી પડશે,મુસાફરો તેમની સુવિધા પ્રમાણે બેઝ ફેરની સાથે તેમાંથી કોઈપણ સુવિધા લઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…