Not Set/ વૈષ્ણો દેવી દર્શન કરવા જતા શ્રદ્ધાંળુઓ માટે આવ્યા Good News

ભારતીય રેલ્વે આવતીકાલથી નવી દિલ્હી-કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ફરી શરૂ કરવા જઇ રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે આ માહિતી આપી હતી….

India
zzas1 62 વૈષ્ણો દેવી દર્શન કરવા જતા શ્રદ્ધાંળુઓ માટે આવ્યા Good News

ભારતીય રેલ્વે આવતીકાલથી નવી દિલ્હી-કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ફરી શરૂ કરવા જઇ રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે આ માહિતી આપી હતી.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટમાં લખ્યું છે કે, દિલ્હીથી કટરા સુધીની માતા વૈષ્ણો દેવીની યાત્રાએ લઇ જતી વંદે ભારત એક્સપ્રેસ 1 જાન્યુઆરી, 2021 થી ફરી પોતાની સેવાઓ શરૂ કરશે. ભારતની આધુનિક ટ્રેન ફરી એકવાર માતાનાં તમામ ભક્તો અને યાત્રાળુઓનાં સ્વાગત માટે તૈયાર છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને લીધે માર્ચમાં આ ટ્રેન બંધ થઈ ગઈ હતી. વંદે ભારત એક્સપ્રેસ ચાલ્યા બાદ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા જઇ શકશે. જણાવી દઇએ કે, કોરોના રોગચાળાને લીધે માર્ચમાં બંધ થયેલી પેસેન્જર રેલ સેવા ધીરે ધીરે શરૂ કરવામાં આવી રહી છે.

માતા વૈષ્ણો દેવીનાં ભક્તો માટે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, વંદે ભારત એક્સપ્રેસનો અર્થ ઝડપી અને વધુ અનુકૂળ પરિવહન હોવુ છે. દિલ્હી અને કટરા વચ્ચેનું અંતર 655 કિ.મી. જ્યારે સુપરફાસ્ટ ટ્રેનો સામાન્ય રીતે દિલ્હીથી કટરા પહોંચવામાં 12 કલાકનો સમય લે છે, વંદે ભારત એક્સપ્રેસ માત્ર આઠ કલાકનો સમય લે છે. નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયાનાં છ દિવસ ચાલે છે. વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને તે ભારતની પ્રથમ સેમી-હાઇ સ્પીડ ટ્રેન માનવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો