Cricket/ પાકિસ્તાન માટે આવ્યા ખુશીનાં સમાચાર, 2022 માં ઈંગ્લેન્ડની ટીમ કરશે પ્રવાસ

ECBનાં ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન પાકિસ્તાનની મુલાકાતે ગયા અને PCB સાથે સંબંધો સુધારવા માટે રમીઝ રાજાને મંગળવારે મળ્યા અને બે વધારાની T20 મેચો રમવા માટે પણ સંમત થયા.

Sports
PCB Happy

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આવતા વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પાકિસ્તાનનાં પ્રવાસ પર બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ મંગળવારે પુષ્ટિ કરતા આ માહિતી આપી. ઈંગ્લિશ ટીમને પાકિસ્તાન પ્રવાસ પર પાંચ T20 મેચ રમવાની છે. પરંતુ તે વધારાની બે T20 મેચ પણ રમશે.

આ પણ વાંચો –વર્લ્ડ રેકોર્ડ / બન્ને હાથે બોલિંગ કરનાર ભારતીય બોલર અક્ષય કર્ણવારે T-20માં રચ્યો ઇતિહાસ,જાણો વિગત

ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનનાં પ્રવાસ પર કુલ 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. મંગળવારે ECBનાં ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નાં અધ્યક્ષ રમીઝ રાજા સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ નવેમ્બર અને ડિસેમ્બરમાં ફરીથી પાકિસ્તાનનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ઈંગ્લેન્ડની ટીમ 2005 પછી પહેલીવાર ગયા મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનાં પ્રવાસે જવાની હતી, જ્યારે તેમની મહિલા ટીમ પણ અહીં પ્રથમ વખત પ્રવાસે જવાની હતી. પરંતુ બાદમાં ECBએ સુરક્ષા કારણોને ટાંકીને પ્રવાસ રદ કર્યો હતો. ઈંગ્લેન્ડનાં આ નિર્ણયની પાકિસ્તાનમાં વ્યાપક ટીકા થઈ હતી. આ પછી, ECBનાં ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન પાકિસ્તાનની મુલાકાતે ગયા અને PCB સાથે સંબંધો સુધારવા માટે રમીઝ રાજાને મંગળવારે મળ્યા અને બે વધારાની T20 મેચો રમવા માટે પણ સંમત થયા.

આ પણ વાંચો – POST / રવિ શાસ્ત્રીની વિદાય પર વસીમ અકરમે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- મારું દિલ મારા મિત્ર શાસ્ત્રીની સાથે

ECBનાં નિર્ણયનું સ્વાગત કરતાં PCBનાં અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું, “ECBએ અહીં આવીને પોતાનું દિલ ખોલીને બતાવ્યું છે, જેના માટે હું ટોમ અને માર્ટિનનો આભારી છું.” આ અમારા માટે ઘણુ મહત્વ ધરાવે છે. અમે રોમાંચિત છીએ કે ઈંગ્લેન્ડે 2022માં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બે વધારાની T20 મેચ રમવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે કે તમામ મુલાકાતી ટીમો પાકિસ્તાનમાં સુરક્ષિત રહે. તો 2022માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને આવકારવા આતુર પાકિસ્તાનનાં ચાહકો માટે આ ગર્વની વાત છે.