Good News!/ PUBG ગેમનાં ચાહકો આનંદો!! કંપની જલ્દી જ પરત ફરવાની કરી રહી છે તૈયારી

દેશમાં PUBG Mobile India પર પ્રતિબંધ બાદ યુઝર્સ ખૂબ નિરાશ થયા છે અને ત્યારબાદ યુઝર્સ આ ગેમની પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી લીક્સ અને અહેવાલો અનુસાર, ભારતમાં ફરી એકવાર PUBG Mobile લોન્ચ થઈ શકે છે.

Ajab Gajab News
123 72 PUBG ગેમનાં ચાહકો આનંદો!! કંપની જલ્દી જ પરત ફરવાની કરી રહી છે તૈયારી

દેશમાં PUBG Mobile India પર પ્રતિબંધ બાદ યુઝર્સ ખૂબ નિરાશ થયા છે અને ત્યારબાદ યુઝર્સ આ ગેમની પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી લીક્સ અને અહેવાલો અનુસાર, ભારતમાં ફરી એકવાર PUBG Mobile લોન્ચ થઈ શકે છે.

123 74 PUBG ગેમનાં ચાહકો આનંદો!! કંપની જલ્દી જ પરત ફરવાની કરી રહી છે તૈયારી

જો કે આ વખતે રમતનું નામ PUBG મોબાઇલ નહીં પણ ભારતમાં આ રમત Battlegrounds Mobile India નાં નામે લોન્ચ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા કંપનીએ તેની યુટ્યુબ ચેનલ પર PUBG Mobile ગેમનું એક ટીઝર પણ બહાર પાડ્યું હતું, જે થોડા સમય પછી હટાવવામાં આવ્યું હતું. વળી, PUBG Mobile India ની સત્તાવાર વેબસાઇટ પર પણ કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વખતે રમતનું નામ બદલવામાં આવશે. જણાવી દઇએ કે, સામે આવેલા લીક્સ અનુસાર, આ વખતે ભારતમાં PUBG મોબાઇલ નવા નામ સાથે લોન્ચ થઇ શકે છે. આ રમતને Battlegrounds Mobile India નામથી લોંચ કરી શકાય છે. આ માહિતી ઇ-સ્પોર્ટસ અને ગેમિંગ મીડિયા પ્લેટફોર્મ GemWire ની ટ્વિટર પોસ્ટ પરથી સામે આવી છે. આ પોસ્ટ મુજબ, PUBG મોબાઇલ ભારતમાં એક નવા નામ સાથે આવશે અને તેનું નવું ક્રિએટિવ પોસ્ટર પણ બહાર આવ્યું છે. આ પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, PUBG Mobile ભારતમાં Battlegrounds Mobile India નામથી આવશે.

Instagram will load in the frontend.

PUBG મોબાઇલે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કર્યુ નથી કે ભારતમાં આ રમત ક્યારે આવી શકે છે. પરંતુ લીક્સ અને ટીઝર બહાર આવ્યા પછી, એવી આશા રાખવામાં આવે છે કે યુઝર્સને આ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ટૂંક સમયમાં આ રમત નવા ક્લેવરમાં ઉપલબ્ધ થશે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા PUBG Mobile India એ તેની યુટ્યુબ ચેનલ પર એક ટીઝર વીડિયો રજૂ કર્યો હતો, પરંતુ અપલોડ થયાનાં તુરંત જ આ વીડિયોને પ્રાઇવેટ સેક્શનમાં ટ્રાંસફર કરવામાં આવ્યો હતો. જે પછી સામાન્ય લોકો તે વીડિયો જોઈ શકતા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીએ ભારત પરત આવવાની મોટા પાયે તૈયારી કરી લીધી છે.

majboor str 2 PUBG ગેમનાં ચાહકો આનંદો!! કંપની જલ્દી જ પરત ફરવાની કરી રહી છે તૈયારી