IND VS WI/ ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20I સીરીઝની શરૂઆત પહેલા બંગાળ સરકારે ચાહકોને આપ્યા સારા સમાચાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 સીરીઝ રમાવાની છે. સીરીઝની શરૂઆત પહેલા બંગાળ સરકારે ચાહકોને સારા સમાચાર આપ્યા છે.

Sports
11 2 ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20I સીરીઝની શરૂઆત પહેલા બંગાળ સરકારે ચાહકોને આપ્યા સારા સમાચાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 સીરીઝ રમાવાની છે. સીરીઝની શરૂઆત પહેલા બંગાળ સરકારે ચાહકોને સારા સમાચાર આપ્યા છે.

આ પણ વાંચો – WI vs SA / વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની મહિલા ટીમે સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાને આપી જબરદસ્ત માત

જણાવી દઇએ કે, રાજ્ય સરકારે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. જો કે, કોલકાતાનું ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું રહેશે નહીં કારણ કે સરકારે આ શ્રેણી માટે સ્ટેડિયમમાં માત્ર 75 ટકા દર્શકોને જ પ્રવેશવાની મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય સરકાર દ્વારા સોમવારે રમતગમતને લઈને જારી કરાયેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં 75 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવશે. આ સંખ્યા સ્ટેડિયમની ક્ષમતા અનુસાર હશે. તદનુસાર, ઈડન ગાર્ડન્સમાં મેચ જોવા માટે 75 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં, ઈડન ગાર્ડન્સમાં 70 ટકા પ્રેક્ષકોએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ અહીં રમાઈ હતી. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ પશ્ચિમ બંગાળ સરકારનાં આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. CAB પ્રમુખ અવિશેક દાલમિયાએ કહ્યું, ‘અમે આ માટે માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી જીનાં આભારી છીએ. આ ઉપરાંત, અમે સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોને મંજૂરી આપવા બદલ મુખ્ય સચિવ અને બંગાળ સરકારનો પણ આભાર માનીએ છીએ.

આ પણ વાંચો – પુષ્પા ફિલ્મ ક્રેઝ / અલ્લુ અર્જુનની ફિલ્મનો ક્રેઝ પહોંચ્યો પાકિસ્તાન, હવે આ ખેલાડીઓએ સિગ્નેચર સ્ટેપ કર્યુ કોપી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની મેચ અગાઉ કટક, વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમમાં રમાવવાની હતી. પરંતુ કોવિડ-19 નાં વધતા જતા કેસોને કારણે BCCIએ શ્રેણી માટે અમદાવાદ અને કોલકાતાની પસંદગી કરી છે. વનડે શ્રેણીની ત્રણેય મેચો અમદાવાદમાં રમાશે અને T20 શ્રેણીની ત્રણેય મેચો કોલકાતામાં રમાશે. વનડે શ્રેણી 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે T20 શ્રેણીની મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.