Not Set/ Redmi ચાહકો માટે સારા સમાચાર, આ તારીખે Redmi 9, Redmi 9A અને પાવર બેન્ક થઇ શકે છે લોન્ચ

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi ટૂંક સમયમાં આ વર્ષે ભારતમાં તેના કેટલાક નવા રેડમી સ્માર્ટફોન રજૂ કરવા જઇ રહી છે. જણાવી દઇએ કે, 11 ફેબ્રુઆરીએ, કંપની Redmi 9, Redmi 9A અને પાવર બેન્ક લોન્ચ કરી શકે છે. Xiaomi એ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર એક ટીઝર બહાર પાડ્યું છે. આ ટીઝર દેશનાં મજબૂત સ્માર્ટફોનનાં નામે છે. 2020 […]

Tech & Auto
Redmi ચાહકો માટે સારા સમાચાર, આ તારીખે Redmi 9, Redmi 9A અને પાવર બેન્ક થઇ શકે છે લોન્ચ

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi ટૂંક સમયમાં આ વર્ષે ભારતમાં તેના કેટલાક નવા રેડમી સ્માર્ટફોન રજૂ કરવા જઇ રહી છે. જણાવી દઇએ કે, 11 ફેબ્રુઆરીએ, કંપની Redmi 9, Redmi 9A અને પાવર બેન્ક લોન્ચ કરી શકે છે.

Image result for Redmi 9

Xiaomi એ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર એક ટીઝર બહાર પાડ્યું છે. આ ટીઝર દેશનાં મજબૂત સ્માર્ટફોનનાં નામે છે. 2020 માં કંપનીની આ પહેલી રજૂઆત હોઈ શકે છે. મહત્વનું છે કે, દેશનાં સ્માર્ટફોનની ટેગલાઇનથી કંપની સામાન્ય રીતે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરે છે. એટલે કે, 11 ફેબ્રુઆરીએ Redmi 9A લોન્ચ થઈ શકે છે.

Image result for Red mi 9 and red 9 A

ટ્વિટર પર શેર કરેલા ટીઝરમાં લખ્યું છે કે, કંપની આ સ્માર્ટફોન 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે. જો કે, ટીઝરમાં કોઈ સ્માર્ટફોન અથવા પાવર બેંક સ્પષ્ટ રીતે લખાયેલ નથી. કંપની દ્વારા જારી કરવામાં આવેલા ટીઝરમાં આવતા સ્માર્ટફોનને લગતી કેટલીક માહિતી પણ છે. સ્માર્ટફોનમાં 5000 એમએએચની બેટરી હશે. પાછળની પેનલ પર ટેક્સચર હશે. કંપનીએ કહ્યું છે કે આ સ્માર્ટફોનને હોલ્ડ કરવામા સારી પકડ બનશે.

Image result for Redmi 9

Xiaomi India નાં હેડ મનુ કુમાર જૈને પણ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, રેડમીની આ ઇવેન્ટમાં બે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. એટલે કે, આ સમય દરમિયાન Redmi 9 અને Redmi 9A બંને સ્માર્ટફોન લોન્ચ કરી શકાય છે. આ સિવાય આ ઇવેન્ટમાં પાવર બેંક લોન્ચ થાય તેવા પણ સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.