Car Price Hike/ 2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

વર્ષ 2020 ની સાથે, ઓટોમેકર્સ નવા ગ્રાહકોને કેટલીક નવી ઓફર આપીને શક્ય તેટલી વહેલી તકે આ સ્ટોક સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે આવતા વર્ષમાં કંપની વાહનોનાં ભાવમાં થોડો વધારો કરવાની તૈયારી પણ કરી રહી છે. થોડા સમય પહેલા, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે કંપની 1 […]

Tech & Auto
1st 23 2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

વર્ષ 2020 ની સાથે, ઓટોમેકર્સ નવા ગ્રાહકોને કેટલીક નવી ઓફર આપીને શક્ય તેટલી વહેલી તકે આ સ્ટોક સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે આવતા વર્ષમાં કંપની વાહનોનાં ભાવમાં થોડો વધારો કરવાની તૈયારી પણ કરી રહી છે.

1st 14 2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

થોડા સમય પહેલા, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે કંપની 1 જાન્યુઆરીથી તેની સંપૂર્ણ લાઇનઅપની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. આ પછી, કિયા મોટર્સે પણ તેની ડીલરશીપને ભાવ વધારા અંગે માહિતી આપી હતી. હવે કિયા મોટર્સની ભાગીદાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ તેની લાઇનઅપમાં કારનાં ભાવમાં વધારો કરવાની જાણકારી આપી છે. નવીનતમ માહિતી અનુસાર, હ્યુન્ડાઇ ઇન્ડિયા પણ તેના મોડેલોની કિંમતોમાં કિયા મોટર્સ જેટલો વધારો કરી શકે છે.

1st 15 2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

કંપનીનો આ ભાવ વધારો હ્યુન્ડાઇનાં દરેક મોડલ રેન્જ પર લાગુ કરવામાં આવશે. જોકે, કિયા મોટર્સ અને હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા તેમની કારની કિંમતમાં કેટલો વધારો કરશે અને મોડલ, વેરિઅન્ટ અને ઇંધણના આધારે તેમની નવી કિંમત શું હશે તે અંગે કોઈ માહિતી નથી. હ્યુન્ડાઇએ આ વધારાને ઇનપુટ અને સામગ્રીની વધેલા ખર્ચમાં બતાવ્યો છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં હ્યુન્ડાઇ ઇન્ડિયાએ તેની પ્રીમિયમ હેચબેક હ્યુન્ડાઇ આઇ 20 ની નવી જનરેશન લોન્ચ કરી છે અને તેના લોન્ચિંગ પછીથી આ કાર અત્યાર સુધીમાં 30,000 થી વધુ યુનિટ વેચી ચૂકી છે.

1st 16 2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

આઇ 20 ને પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પોમાં રજૂ કરવામાં આવેલ છે. પ્રથમ એન્જિન એ 1.0-લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 120 બીએચપી પાવર પ્રદાન કરે છે. તેમાં ડીસીટી અને 6-સ્પીડ આઇએમટી ગિયરબોક્સ આપવામાં આવેલ છે. બીજો એક 1.2-લિટર નેચરલ એસ્પિરિટેડ પેટ્રોલ એન્જિન છે. તે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 88 બીએચપી અને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 83 બીએચપીનો પાવર આપે છે. ત્રીજું 1.5-લિટર ડીઝલ એન્જિન છે જે 100 બીએચપીનો પાવર પ્રદાન કરે છે, જેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે.

Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

Hyundai i20 ખૂબ થઇ રહી છે સેલ, માત્ર 40 દિવસમાં 30 હજાર કાર થઇ બુક

Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો