Not Set/ ગૂગલે ભારતમાં બ્લોક કરી ચાઇનીઝ એપ ટીક ટોક, એપલે નહીં આપ્યો જવાબ

મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરપર કર્યવાહી કરતા મંગલવારે ગૂગલે ચાઇનીઝ વિડીયો એપ ટીક ટોકને ભારતમાં બ્લોક કરી લીધી છે. કોર્ટે ચીનની બાઇટડાન્સ ટેક્નોલૉજી કંપની તરફથી કરવામાં આવેલ પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતીને નકારી કાઢ્યા પછી ગૂગલે આ એપને ભારતમાંમાં બ્લોક કરી દીધી છે. નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 3 એપ્રિલના રોજ ટીક ટોક એપ દ્વારા […]

Top Stories India Trending Videos
yrh 4 ગૂગલે ભારતમાં બ્લોક કરી ચાઇનીઝ એપ ટીક ટોક, એપલે નહીં આપ્યો જવાબ

મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરપર કર્યવાહી કરતા મંગલવારે ગૂગલે ચાઇનીઝ વિડીયો એપ ટીક ટોકને ભારતમાં બ્લોક કરી લીધી છે. કોર્ટે ચીનની બાઇટડાન્સ ટેક્નોલૉજી કંપની તરફથી કરવામાં આવેલ પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતીને નકારી કાઢ્યા પછી ગૂગલે આ એપને ભારતમાંમાં બ્લોક કરી દીધી છે. નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 3 એપ્રિલના રોજ ટીક ટોક એપ દ્વારા અશ્લીલ સામગ્રીને રજૂ કરવા અંગે ચિંતા વ્યક્ત કરતી વખતે તેને પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી.

સરકારે ટેક્નોલૉજીની દિગ્ગ્જ કંપની ગૂગલ અને એપલથી મોબાઈલ એપ ટીક ટોક પર પ્રતિબંધિત કરવા માટે હાઇકોર્ટના આદેશને અનુસરવા માટે કહ્યું હતું. હકીકતમાં, મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ પર પ્રતિબંધ મૂકવાની ના પાડીને સરકારે સોમવારે બંને અમેરિકન કંપનીઓને સૂચનાઓ મોકલી હતી.

સૂત્રોનું કહેવું છે કે જો કે આ એપ એપલના પ્લેટફોર્મ પર મોડી સાંજ સુધી જોવા મળી હતી, પરંતુ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ થઈ ગઈ હતી. ગૂગલે એક નિવેદન જારી કર્યું હતું કે તે કોઈપણ ખાનગી એપ્લિકેશન પર ટિપ્પણી કરવા માંગતો નથી. એપલે હજુ સુધી કેન્દ્ર સરકારની સૂચનાઓનો જવાબ આપ્યો નથી. એપનું વિશ્લેષણ કરનાર ફાર્મ સેન્સર ટાવરનું કહેવું છે કે ભારતમાં તે ફેબ્રુઆરી સુધી 24 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.