રસીકરણ/ હવે સગર્ભા સ્ત્રીઓ પણ લગાવી શકશે કોરોના રસી

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સગર્ભા સ્ત્રીઓને શામેલ કરવા માટે આ અભિયાનનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

Top Stories India
A 27 હવે સગર્ભા સ્ત્રીઓ પણ લગાવી શકશે કોરોના રસી

દેશમાં હવે સગર્ભા સ્ત્રીઓ પણ કોરોના રસી લગાવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય રોગપ્રતિકારક ટેક્નિકલ સલાહકાર જૂથની ભલામણોને આધારે આ મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય પછી, સગર્ભા સ્ત્રીઓ કોરોના રસી મેળવવા વિશે ઇરાદાપૂર્વક નિર્ણય લઈ શકે છે અને તેઓ હવે કોવિન પર રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે અથવા સીધા જ નજીકના કોવિડ સેન્ટરમાં જઈને રસી લગાવી શકે છે.

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલના રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તેનો અમલ કરવાના તમામ નિર્ણયને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી છે. ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમમાં રસીકરણ, જાહેર આરોગ્ય, રોગ નિયંત્રણ અને માહિતી ટેક્નિકલના ક્ષેત્રના ટોચનાં નિષ્ણાતોની ભલામણો શામેલ છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહે આપ્યું રાજીનામું,આવતીકાલે નવા મુખ્યમંત્રીની પસંદગી થશે

મંત્રાલયે જણાવ્યું કે, વૈજ્ઞાનિક અને મહામારી વિજ્ઞાન પુરાવાઓના આધારે આ કાર્યક્રમ આરોગ્ય નિષ્ણાતો, આરોગ્ય અને ફ્રન્ટ લાઇન યોદ્ધાઓ અને સમાજના સૌથી સંવેદનશીલ વર્ગને સુરક્ષિત કરીને દેશની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા પર ભાર મૂકે છે,

અત્યાર સુધી સગર્ભા સ્ત્રીઓને રસી લગાવવામાં આવતી ન હતી.

અત્યાર સુધી સગર્ભા સ્ત્રીઓ સિવાય, અન્ય તમામ જૂથો કોવિડ રસીકરણ માટે પાત્ર હતા. પરંતુ હવે આ ઝુંબેશને વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનમાં સગર્ભા સ્ત્રીઓને શામેલ કરવા વિસ્તૃત કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંશોધનમાં બહાર આવ્યું છે કે સગર્ભાવસ્થા દરમિયાન કોવિડ ઇન્ફેક્શનને લીધે સગર્ભા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે અને તેઓ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે, જે ગર્ભને પણ અસર કરી શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાને નકાર્યો ભારતીય દૂતાવાસ ઉપર ડ્રોન જોવાનાં દાવાને, કહ્યું – ‘કોઈ પુરાવા નથી’

NTAGI એ સગર્ભા સ્ત્રીઓનાં રસીકરણ માટે કરી ભલામણ  

NTAGI સગર્ભા સ્ત્રીઓની રસીકરણની ભલામણ કરી છે. કોવિડ -19 પરના રાષ્ટ્રીય રોગપ્રતિકારક નિષ્ણાત જૂથે પણ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓના રસીકરણના વિષય પર સર્વસંમતિ સ્થાપિત કરવા રાષ્ટ્રીય કક્ષાના સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું.આ સંવાદ કાર્યક્રમમાં, NTAGI ની સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની ભલામણને સર્વાનુમતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઉત્તરાખંડ માં સીએમ ના પદ માટે આ ચાર નામ રેસમાં મોખરે ….