PM Modi/ 100 સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર, Air India-BPClનો સોદો ઓગસ્ટ સુધીમાં

એક તરફ દેશવાસીઓ કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ખાનગીકરણની મુશ્કેલીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વેબિનારના માધ્યમથી લોકો સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન

Top Stories India
pm 4 100 સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર, Air India-BPClનો સોદો ઓગસ્ટ સુધીમાં

એક તરફ દેશવાસીઓ કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ખાનગીકરણની મુશ્કેલીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વેબિનારના માધ્યમથી લોકો સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના  અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર બહુ ઝડપથી બંધ પડેલી 100 સરકારી સપત્તિને વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવા પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની સરકારની યોજના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી એર ઇન્ડિયા અને બીપીસીએલ અંગે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પૂરી કરવાની તૈયારી કરી રહી છે.

nirmala s 1 100 સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર, Air India-BPClનો સોદો ઓગસ્ટ સુધીમાં

Tweet / નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદ, રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ સત્ય સરસ રીતે ઉજાગર થયું

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “બિઝનેસ કરવો એક સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઈએ. સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે. આવી 100 જેટલી સંપત્તિને બજારમાં મૂકીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે.” પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર મુદ્રીકરણ  અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે અને રોજગારી મળે છે. ખાનગીકરણ અને સંપત્તિના મોનિટાઇઝેશનથી જે પૈસા આવશે તે લોકો પર ખર્ચ કરવામાં આવશે.

Corona Update / દેશના દ્વારે કોરોનાની બીજી લહેરની દસ્તક, નવા કેસ 16,900 જ્યારે રિકવરી માત્ર 12,000

વડાપ્રધાન મોદીએ જાહેર ક્ષેત્રની કંપનીઓ પર યોજાયેલા વેબીનારમાં કહ્યુ કે, બજેટ 2021-22માં ભારતને ઊંચી વૃદ્ધિના રસ્તે લઈ જવા માટે અનેક યોજના ઘડવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અને જાહેર ક્ષેત્રો નુકસાન કરી રહ્યા છે, અનેકની લોન આપીને મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, “સરકારી કંપનીઓને ફક્ત એવું માનીને ન ચલાવી શકાય કે તે વારસામાં મળી છે.” તેઓએ જણાવ્યુ કે, જાહેર ક્ષેત્રની બીમાર કંપનીઓને નાણાકીય મદદ કરવાથી અર્થતંત્ર પર બોઝ પડે છે.

OMG! / એક ટ્વીટ કરવુ એલોન મસ્કને પડ્યું ભારે, ગુમાવ્યા 1500 કરોડ ડોલર અને નંબર 1 નો તાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…