Not Set/ મગફળી ખરીદીમાં સરકારનું નિયંત્રણ, નવેમ્બરમાં ટેકાનાં ભાવે ખરીદી

એરંડાના પાકમાં ખેડૂતો દ્વારા હલ્લા બોલ કરવામાં આવતા મગફળીમાં સરકારે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે.  સરકારે જણાવ્યુ હતું કે આગામી લાભપાંચમથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અને તમામ ખરીદ કેન્દ્રો પર CCTVની વ્યવસ્થા કરવામાં આવશે.  નાફેડની સાથે રહીને એન અને નાગરિક પુરવઠા નિગમ […]

Top Stories Gujarat Others
મગફળી1 મગફળી ખરીદીમાં સરકારનું નિયંત્રણ, નવેમ્બરમાં ટેકાનાં ભાવે ખરીદી

એરંડાના પાકમાં ખેડૂતો દ્વારા હલ્લા બોલ કરવામાં આવતા મગફળીમાં સરકારે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે.  સરકારે જણાવ્યુ હતું કે આગામી લાભપાંચમથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અને તમામ ખરીદ કેન્દ્રો પર CCTVની વ્યવસ્થા કરવામાં આવશે.  નાફેડની સાથે રહીને એન અને નાગરિક પુરવઠા નિગમ જ મગફળીની ખરીદી કરશે.

મગફળી મગફળી ખરીદીમાં સરકારનું નિયંત્રણ, નવેમ્બરમાં ટેકાનાં ભાવે ખરીદી

ગતવર્ષે મગફળીની ખરીદીમાં મોટા પાયે થયેલા ઉહાપોહ બાદ સરકારે આ વર્ષે પાણી પહેલાં જ પાળ બાંધી  દીધી છે. ગોડાઉન અધિકારી સીસીટીવી કેમેરાની મદદથી મગફળીના જથ્થાની દેખરેખ રાખશે.

હાલ કુલ 122 ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી થશે. એપીએમસી ખાતે જ તમામ કેન્દ્રો પર શરૂ કરાશે. કેન્દ્રો ખાતે રોજ ખરીદી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ કરાશે. રાજ્યમાં મગફળીનું કુલ14.68  લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે જેમાંથી કુલ 26.95  લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની ધારણા છે. ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે પારદર્શિ રીતે થાય તે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મગફળી 2 મગફળી ખરીદીમાં સરકારનું નિયંત્રણ, નવેમ્બરમાં ટેકાનાં ભાવે ખરીદી

કેન્દ્ર સરકારે પ્રતિ ક્વિન્ટલ 4890  રૃપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે. તેના પર ગુજરાત સરકાર 110  બોનસ આપશે. આમ ખેડૂત પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૃ. 5000 ના ભાવથી મગફળીની ખરીદી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.