ગુજરાત/ જુનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલનાં હસ્તે શુભારંભ : જાણો કાફેની વિશેષતા

હ્યુમન લાયબ્રેરીની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી અને બાદમાં કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને સંબોધન કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૂચન કર્યું હતું.

Gujarat Others
જુનાગઢ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને શહેરમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ કરાવ્યો હતો. બાદમાં હ્યુમેન લાઇબ્રેરીની મુલાકાત લીધી અને કૃષિ ઓડિટોરિયમ ખાતે ખેડૂતોને સંબોધન કર્યું હતું.

રાજ્યપાલ

પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ બનાવવા અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જુનાગઢ શહેરની મધ્યમાં સખી મંડળની મહિલાઓને લઈને તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ શહેરને બનાવવા માટે એક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિકની સામે પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદન થયેલ શુદ્ધ અને સાત્વિક ચા નાસ્તો લોકોને મળી રહે તેવા શુભ હેતુથી આ કાફે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ખુલુ મુકવામાં આવ્યું છે. સમગ્ર કાફેની મુલાકાત રાજ્યપાલ દ્વારા લેવામાં આવી હતી અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને લોકોને આ કાફેનું મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. સાથે કલેકટર કચેરી ખાતે બનાવવામાં આવેલ હ્યુમન લાયબ્રેરીની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી અને બાદમાં કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને સંબોધન કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૂચન કર્યું હતું. “પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે” ભારતનું સૌપ્રથમ એવું કેફે જ્યાં તમે પ્લાસ્ટિક જમા કરાવી પ્રાકૃતિક ફૂડનો આનંદ માણી શકાશે.. એટલું જ નહીં, જૂનાગઢના નગરજનો ઝૉમેટો અને સ્વીગીના માધ્યમથી ઘરબેઠાં ફૂડ ઓર્ડર કરી શકશે. આ ઉપરાંત અહીંથી ઓર્ગેનિક રેડીમેઈડ પ્રાકૃતિક પ્રોડક્ટ્સ/ આહારનું અને ઇકો ફ્રેન્ડલી માટીના વાસણોનું પણ વેંચાણ કરવામાં આવશે.

આ પણ વાંચો : રથયાત્રા – ૨૦૨૨ : આવતીકાલે આ રૂટ પર નીકળશે ભગવાન જગન્નાથ : યાત્રીઓ માટે નવો રૂટ જાણી લો