Not Set/ Govt. Dept. તરફથી નાગરિકોને થતા અન્યાય વિરુદ્ધ જાગૃત નાગરિક ન્યાયીક લડાઇ આપશે તો જ ન્યાયાલય ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ લાલ આંખ કરશે

ઈન્દ્રિયો, મન તથા બુદ્ધી એ સર્વે કામનાં નિવાસ્થાનો છે અને આને કારણે વ્યક્તિનાં વાસ્તવિક જ્ઞાનને ઝાંખુ પાડી દે છે. વિગતે કહીએ તો આવા કામનાં નિવાસ્થાનો વ્યક્તિની પ્રગતિ, તેના જ્ઞાન અને ધ્યેયને પહોચી શકવા સક્ષમ રહેતા નથી. આજે દેશનાં સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડર રેલ્વેનાં ટીકિટ ચેકર દ્વારા તેને બજાવવાની ફરજનાં સમય દરમિયાન બેદરકારી તેમજ ઉધ્ધત વર્તન […]

India
WhatsApp Image 2019 11 14 at 12.01.51 PM Govt. Dept. તરફથી નાગરિકોને થતા અન્યાય વિરુદ્ધ જાગૃત નાગરિક ન્યાયીક લડાઇ આપશે તો જ ન્યાયાલય ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ લાલ આંખ કરશે

ઈન્દ્રિયો, મન તથા બુદ્ધી એ સર્વે કામનાં નિવાસ્થાનો છે અને આને કારણે વ્યક્તિનાં વાસ્તવિક જ્ઞાનને ઝાંખુ પાડી દે છે. વિગતે કહીએ તો આવા કામનાં નિવાસ્થાનો વ્યક્તિની પ્રગતિ, તેના જ્ઞાન અને ધ્યેયને પહોચી શકવા સક્ષમ રહેતા નથી. આજે દેશનાં સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડર રેલ્વેનાં ટીકિટ ચેકર દ્વારા તેને બજાવવાની ફરજનાં સમય દરમિયાન બેદરકારી તેમજ ઉધ્ધત વર્તન કરવાને કારણે પ્રવાસીને પડેલ માનસિક ત્રાસ તથા જે તકલીફ વેઠવી પડી તે માટે ગ્રાહક તકરાર રાષ્ટ્રીય કમિશન દિલ્હી દ્વારા દાખલો બેસે તેવો હુકમ પ્રવાસી ગ્રાહકની તરફેણમાં અપીલ નંબર 436/2007 નાં કેસમાં રેલ્વે બોર્ડ વિરુદ્ધ સ્વાગત કુમાર મોહંતી નાં કેસમાં આપવામા આવશે જેની વિગતો જોઇએ.

મી.મોહંતી ભારતીય લક્ષ્કરનાં નેવીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા ઓફીસર હતા અને તેમને લશ્કરની નોકરીનાં નીયમોનુસાર તેમના બે સગીર બાળકો સાથે 3 ટીકિટ લશ્કરનો જે કોટા ફાળવવામાં આવે છે તેમા મુંબઇથી ભુવનેશ્વરની સેકન્ડ એસી સ્લીપર કોનાર્ક એક્સપ્રેસની રિઝર્વ કરાવી હતી. આર્મી ઓફીસરનાં હોદ્દાની રૂએ આર્મી તરફથી રેલ્વે પ્રવાસ કરવાની 3 સ્લીપિંગ બર્થ સેકન્ડ એસી ક્લાસની 1 સ્લીપર પણ આપવામાં આવેલી. જેના આધારે આર્મી ઓફીસરને રેલ્વે તરફથી 3 સ્લીપિંગ બર્થ સેકન્ડ એસીની ઇસ્યુ થયેલ હતી.

હવે જ્યારે આર્મી ઓફીસર તેના બન્ને સગીર બાળકો સાથે ભુવનેશ્વર જવા તારીખ 5-7-1995 નાં રોજ મુંબઇથી કોનાર્ક એક્સેપ્રેસમાં બેઠેલા અને થોડી વારમાં કલ્યાણ સ્ટેશન ઉપર ટીસી આવી આર્મી ઓફીસરની ટીકિટ ચેક કરેલી અને આર્મી તરફથી લશ્કરનાં નિયમ મુજબ પ્રવાસ કરવાની કાયદેસર સ્લીપ આપવામા આવે તે સ્લીપ પણ ટીસીએ ચેક કરી. તેના ઉપર શેરો મારેલો હતો. આમ આ તમામ વિધિ ટીકિટની ચેક થઇ ગયેલી હતી, અને જ્યારે સવારે ભુવનેશ્વર સ્ટેશન આવે તે પહેલા ફ્લાઇગ સ્ક્વોર્ડ દ્વારા સેકન્ડ એશી કોચ જેમા આર્મી ઓફીસર તેના બે સગીર બાળકો સાથે પ્રવાસ કરી રહ્યા હતા તેમા ટીકિટ માંગવામાં આવતા ટીકિટ મળેલી નહી અને આર્મી ઓફીસર પાસે સ્લીપ હતી, જેના ઉપર પણ શેરો કરેલો હતો. આમ ઘણી બોલચાલ થઇ.

રેલ્વેનાં ઓફીસર અને આર્મી ઓફીસર વચ્ચે થયેલી ચર્ચાને કારણે બાજુની બર્થમાં બેઠેલા મુસાફરોએ જણાવ્યુ કે, કલ્યાણ સ્ટેશન ઉપર ટીસીએ આર્મી ઓફીસરની ટીકિટ ચેક કરેલી છે. પ્રવાસીઓએ પણ બર્થની ઉપર-નીચે ટીકિટ પડી નથી ગઇ તે અંગે સગન તપાસ કરી છેવટે રેલ્વે સ્ટાફ તરફથી આર્મી ઓફીસર વગર ટીકિટે મુસાફરી કરતા હોવાની વાત ઉપર અડગ રહ્યા હતા અને અંતે આર્મી ઓફીસર પાસેથી 2631 રૂપિયા પેનલ્ટી વસૂલ કરેલ અને રેલ્વે ઓથોરિટી તરફથી તેની રસિદ પણ આપવામાં આવેલી.

હવે બન્યુ એવુ કે રેલ્વે સ્ટાફ આર્મી ઓફીસર સાથે અસભ્ય વર્તન કરી જતા રહ્યા ઉપરાંત વધારાની રકમ રૂપિયા 2631 પણ વસૂલ કરેલી. ત્યારબાદ આર્મી ઓફીસરને ટીકિટ ઉપરની બર્થ ઉપર સાઇડની ગેપમાંથી મળેલી હતી. તે દરમિયાન રેલ્વે સ્ટાફ જતો રહ્યો હતો, આથી આર્મી ઓફીસરે રેલ્વેનાં સ્ટાફનાં ઉધ્ધત વર્તન અને સેવામાં ખામી એમ બન્ને બાબત ધ્યાનમાં રાખી ઉપરાંત માનસિક ત્રાસ પણ ભોગવવો પડ્યો, એના કારણે કન્સ્યુમર સ્ટેટ કમિશન ઓરિસ્સામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અને રેલ્વે ડિપાર્ટમેન્ટ સામે સેવામાં ખામી, માનસિક ત્રાસ, આર્મી ઓફીસરને થયેલ ફાઇનાન્સિયલ લોસ વગેરે માંગણી કરતી ફરિયાદ કરી હતી, જેનો ચુકાદો સ્ટેટ કમિશન ઓરિસ્સાએ ફરિયાદી ઓફીસરની તરફેણમાં આપ્યો હતો અને રેલ્વે ડિપપાર્ચીમેન્ટને ફરિયાદીને વળતરરૂપે પચાસ હજાર ચુકવી આપવા 9 ટકા વ્યાજ સાથે હુકમ કર્યો હતો. ઉપરાંત પેનલ્ટી રૂપે લીધેલા રૂપિયા 2631 પાછા આપવા અને ફરિયાદનાં ખર્ચનાં રૂપિયા 5 હજાર ચુકવવા હુકમ કરેલ.

આ હુકમથી નારાજ થઇને રેલ્વે ડિપાર્ટમેન્ટે નેશનલ કન્સ્યુમર કમિશન દિલ્હીમાં અપીલ નંબર 436/2007 કરી અને જણાવેલ કે સ્ટેટ કમિશન ઓરિસ્સાનો ઓર્ડર ન્યાયનાં સિદ્ધાંતોની વિરુદ્ધ છે. નેશનલ કમિશને પણ અપીલમાં રજૂ થયેલા તમામ દસ્તાવેજી પૂરાવાઓ ધ્યાનમાં લીધા અને એ ખાસ નોધ્યુ કે,

1 આર્મી ઓફીસરની ટીકિટ એકવાર કલ્યાણ સ્ટેશન ઉપર ચેક થઇ હતી તે ટીકિટ ઉપર ચેક કર્યાનો શેરો પણ હતો.

2 આર્મી તરફથી જે જુદી સ્લીપ આપવામાં આવે છે તે રજૂ કરવામાં આવી છે. જેથી પ્રવાસી ટીકિટ વગર મુસાફરી કરે છે તે નિર્ણય ખોટો છે.

3 સહ પ્રવાસીઓએ પણ જણાવેલ કે આર્મી ઓફીસર પાસે કાયદેસરની ટીકિટ હતી અને તે ટીસીએ કલ્યાણ રેલ્વે સ્ટેશન પર ચેક પણ કરી હતી.

4 ઉપરાંત નેશનલ કમિશને પણ નોધ્યુ કે રેલ્વે સ્ટાફ તરફથી જે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન થયુ છે તે ઘણુ ગંભીર છે અને દેશની એક મોટી સંસ્થા રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી તેના સ્ટાફનું ઉધ્ધતાઇ ભર્યુ વર્તન પણ સાંખી ના લેવાય અને ઉપરાંત આવુ વર્તન એ શરમજનક બાબત છે. કારણ કે કોર્ટ સમક્ષ રજૂ થયેલી ટીકિટ ઉપર ટીસીએ ટીકિટ ચેક કરી છે તેનો શેરો પણ હતો, આમ તમામ દસ્તાવેજી પુરવાઓ અને બન્ને પક્ષની દલીલને વિગતવાર સાંભળી કોર્ટે રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી થયેલ અપીલ રિજેક્ટ કરી અને સ્ટેટ કમિશન ઓરિસ્સાએ કરેલ હુકમ કાયમ રાખ્યો હતો, પરંતુ માનસિક ત્રાસની રકમ 30 હજાર કરી અને બાકીની રકમ પેનલ્ટીનાં રૂપિયા 2631 વ્યાજ સાથે તથા રૂપિયા 5 હજાર ફરિયાદનાં ખર્ચનાં હુકમને કાયમ રાખ્યો હતો, આમ જાગૃત ગ્રાહક આર્મી ઓફીસ હોય કે સામાન્ય નાગરિક હોય પણ અન્યાય સામે જે અવાજ ઉઠાવશે તો જ સરકારનાં આવા એકમો ડિપાર્ટમેન્ટ તરફથી જે અન્યાય થાય છે તે સામે જરૂરથી ન્યાયાલય લાલ આંખ કરશે.

લેખક- એડવોકેટ હિમાશું ઠક્કર

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.