Not Set/ GPSC ની પરીક્ષા પદ્ધતિમાં ઘરમૂળમાંથી પરિવર્તન, જાણો નવી પરીક્ષા પદ્ધતિ

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓની ભરતી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી આઈ.એ.એસ. કેડર સહિતની પરીક્ષા માટે જેવુ માળખુ છે તેને અનુરૂપ નવુ પરીક્ષા માળખુ બનાવવામાં આવ્યુ છે. ૧૫ માર્ચ ૨૦૧૭ના રોજ પ્રસિદ્ધ થનાર સૂચીત જાહેરાત અન્વયે પરીક્ષા […]

Gujarat
logo 650 010115112601 GPSC ની પરીક્ષા પદ્ધતિમાં ઘરમૂળમાંથી પરિવર્તન, જાણો નવી પરીક્ષા પદ્ધતિ

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓની ભરતી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી આઈ.એ.એસ. કેડર સહિતની પરીક્ષા માટે જેવુ માળખુ છે તેને અનુરૂપ નવુ પરીક્ષા માળખુ બનાવવામાં આવ્યુ છે. ૧૫ માર્ચ ૨૦૧૭ના રોજ પ્રસિદ્ધ થનાર સૂચીત જાહેરાત અન્વયે પરીક્ષા પદ્ધતિ નવી યોજના મુજબ રહેશે. જી.પી.એસ.સી.ની પરીક્ષા માટે તૈયારી કરનાર ઉમેદવારોને યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી આપોઆપ થશે અને તેનો લાભ મળી શકશે.

 નવા માળખા મુજબ પ્રિલીમીનરી પરીક્ષામાં જનરલ સ્ટડીઝના ૨૦૦ ગુણનુ એક એવા બે ઓબ્જેકટીવ પેપર રહેશે. મુખ્ય પરીક્ષામાં અગાઉ પાંચ પેપર હતા તે છ કરવામાં આવ્યા છે અને તમામ વર્ણનાત્મક પ્રકારના રહેશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને જનરલ સ્ટડીઝના ૩ પેપર રહેશે. પ્રત્યેકના ૧૫૦ ગુણ લેખે કુલ ૬૦૦ ગુણ થશે અને ૧૦૦ ગુણ ઈન્ટરવ્યુના રહેશે. નિબંધ જેવા પેપર દાખલ કરવાથી ઉમેદવારની વિચાર શકિત, મૌલિકતા, ઝડપ, માહિતી વગેરેનો ખ્યાલ આવી શકશે.

ભૂતકાળમાં જી.પી.એસ.સી. દ્વારા પરીક્ષા લેવાયા પછી કયારે પરિણામ જાહેર થાય અને નોકરી મળે તે નક્કી નહોતુ તેથી ઘણા લોકો મજાકમાં જી.પી.એસ.સી.ની પંચવર્ષીય યોજના જેવા મેણા મારતા, હવે પરીક્ષા બદલાય ગઈ છે. પરીક્ષાની જાહેરાત સાથે જ પરીક્ષાની તારીખ, ઈન્ટરવ્યુ વગેરેનો અંદાજીત સમય આપી દેવામાં આવે છે.