કેન્દ્ર સરકાર/ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં અનાજ મોકલવામાં આવ્યુ

અનાજનો પુરવઠો મોકલવામાં આવ્યો રોજકોટમાં

Gujarat
railoo ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં અનાજ મોકલવામાં આવ્યુ

કોરોના કપરા સમયમાં ગરીબ લોકોને બે મહિના સુધી અનાજ પુરૂ પાડવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે તેના અતર્ગત  કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને અન્નનો પુરવઠો મોકલી રહી છે.  રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી છે. આ ઘઉંની ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી જે કુલ 3,300 મેટ્રિક ટનની છે.કોરોનાને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને અન્નનો પુરવઠો મોકલી રહી છે. જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્ય સરકારને મળી રહી છે, ત્યારે આજે રવિવારે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી છે. આ ઘઉંની ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી જે કુલ 3,300 મેટ્રિક ટનની છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એક મહિના દીઠ 1 લાખ 71 હજાર મેટ્રિક ટન અનાજ મોકલવાની પરવાનગી આપી છે. તે પૈકી આ મહિનામાં 50 હજાર મેટ્રિક ટન ગુજરાતને મળ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પુરવઠો પોંહચાડવાની કામગીરી થઇ રહી છે. રાજકોટ રેલવે ડેપોમાં આવેલા ઘઉંનો પુરવઠો રાજકોટ જિલ્લા સહિત ગીર સોમનાથને પુરો પાડવામાં આવશે.